For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મેંદરડા નજીક સામાન્ય બાબતમાં દલિત યુવકને બેફામ ફટકારી વીડિયો બનાવ્યો

12:25 PM Nov 06, 2025 IST | admin
મેંદરડા નજીક સામાન્ય બાબતમાં દલિત યુવકને બેફામ ફટકારી વીડિયો બનાવ્યો

જૂનાગઢ જિલ્લાના મેંદરડા નજીક દલિત યુવાન પર જાતિગત ભેદભાવ અને અપશબ્દો સાથે હુમલો કરવાની એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. મેંદરડા પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરીને છ જેટલા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી, તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

ભોગ બનનાર 20 વર્ષીય યુવકે ફરિયાદ નોંધાવી હતી કે, યુવક મેંદરડાના સાત વડલા વિસ્તારનો રહેવાસી છે, આ યુવક તેમના મિત્રો સાથે 03 નવેમ્બર 2025ના રાત્રે 09 વાગ્યા આસપાસ માલણકા ગામેથી મેંદરડા તરફ આવી રહ્યા હતો. કસ્બા હોટલ સામે રોડ ઉપર પહોંચતા, સામેથી આવી રહેલા મોટરસાયકલ સાથે ફરિયાદીની ફોર-વ્હીલ અથડાઈ હતી. આ સામાન્ય અકસ્માતનો ખાર રાખીને આરોપીઓ જેમાં મેંદરડાના ચંપુ દરબાર અને સંદીપ કરપડા, માલણકાનો વનરાજ કરપડા, કરશનગઢ ગામના બે ગઢવી અને અન્ય અજાણ્યા માણસો એકઠાં થઈ ગયા હતાં.

આ તમામ આરોપીઓએ ભેગા મળીને ચિરાગભાઈને રોક્યા હતા અને તેમની જાતિ પ્રત્યે હડધૂત કરી જાતિવાદી અપશબ્દો બોલીને આરોપીઓએ ગંદી ગાળો આપી યુવકને આખા શરીરે મુંઢ માર માર્યો હતો. આરોપીઓએ માર માર્યો હોય તેવો આખો વીડિયો પણ ઉતારી લીધો હતો અને ત્યારબાદ સ્થળ પરથી નાસી છૂટ્યા હતાં.

Advertisement

આ ગંભીર ઘટનાની ફરિયાદ યુવકે મેંદરડા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પી.આઈ. પી.સી. સરવૈયાએ ફરિયાદ નોંધીને તમામ છ આરોપીઓ વિરુદ્ધ ઇગજ (ભારતીય ન્યાય સંહિતા) ની કલમો 189(2), 191(2), 190, 115(2), 296(બી) તેમજ એટ્રોસિટી એક્ટ ની કલમો 3(1)(આર), 3(1)(એસ), 3(1)(યુ) હેઠળ ગુનો દાખલ કર્યો છે.આ કેસની વધુ તપાસ વિસાવદરના મદદનીશ પોલીસ અધિક્ષક રોહીત ડાગર દ્વારા કરવામાં આવી રહી છે, જે વીડિયોના આધારે ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે કાર્યવાહી કરી રહ્યા છે..

Advertisement
Tags :
Advertisement
Advertisement