ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મવડીના કોન્ટ્રાકટરને એક્ટિવા ચાલકે અડફેટે લઇ પછાડયો, હાથ-પગ ભાંગી નાખ્યા

05:31 PM Nov 19, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

મવડીમા રહેતા ક્ધટ્રકશનના ધંધાર્થીને જુની અદાવતનો ખાર રાખી આરોપીઓએ ભાડુતી માણાને મોકલી ધંધાર્થી પર હુમલો કરાવડાવી હાથપગ ભાંગી નાખતા ધંધાર્થી યુવાને રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. આ મામલે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

બનાવની મળતી વિગતો અનુસાર, મવડી ગામમાં આલાપ મેઇન રોડ બંસરી પાર્કમાં રહેતા મહેશભાઇ વલ્લભભાઇ મેઘાણી (ઉ.વ.42) (પટેલ) નામના યુવાને મહેશ ગાંડુ વકાતર અને તેની સાથેના અજાણ્યા ત્રણ યુવાન સામે ફરીયાદ નોંધાવી હતી. આ ફરીયાદમાં મહેશભાઇએ જણાવ્યું હતું કે પોતે ક્ધટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. એકાદ મહીના પહેલા મહેશ ગાંડુ વકાતર, ગાંડુ વકાતર સાથે મિત્ર સતિષ ગમારાની સાથે મહેશભાઇને ઉઠક બેઠક હોય જેનો ખાર રાખી મહેશ વકાતરને સતીષ ગમારા સાથે અગાઉની અદાવત હોય જેના લીધે મહેશ ગાંડુ વકાતર તથા ગાંડુ વકાતરે ઝઘડો કર્યો હતો.

ગઇકાલે બપોરના સમયે મહેશભાઇ મેઘાણી પોતાનું વાહન લઇને સરદાર ચોકથી પસાર થતા હતા ત્યારે એક એકટીવાના ચાલકે ઠોકર મારી મહેશભાઇને પછાડી દીધા હતા અને અકસ્માત કરનારને કહેલ કે દેખાતુ નથી? આવું કહેતા આ એકટીવાવાળો અજાણ્યો વ્યકિત તેમજ બાઇકમાં આવેલા અન્ય બે શખ્સોએ પાઇપ અને ધારીયા વડે હુમલો કર્યો હતો અને તેમાંથી આ લોકો બોલતા હતા કે અમોને કહીને મોકલ્યા છે કે તને મારી જ નાખવો છે કહી ધમકી આપી છે. ત્યારબાદ આજુબાજુના લોકો ભેગા થઇ જતા આરોપીઓ ભાગી ગયા હતા. મહેશભાઇને હોસ્પીટલે ખસેડતા તેમના હાથ-પગ પર ફેકચર થયાનું જાણવા મળ્યું હતું. આ અંગે રાજકોટ તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધવામાં આવી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement