ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

12 વર્ષથી માનસિક બીમાર માતાની કંધોતરે હત્યા કરી

04:57 PM Aug 29, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

યુનિ. રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડ કવાર્ટર્સમાં બનેલો બનાવ: ગળેટૂંપો આપી માતાની હત્યા કરી પુત્રએ મિત્રને જાણ કરી

તહેવારોમાં રાજકોટમાં ગુનાખોરીનો ગ્રાફ શાંત રહ્યા બાદ તહેવારો પુરા થતાં જ રાજકોટમાં હત્યાનો બનાવ બનતાં સનસનાટી મચી ગઈ છે. યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોક પાસે ભગતસિંહજી ગાર્ડન નજીક ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાટર્સમાં કંધોતરે માનસિક બિમાર માતાની હત્યા કરી નાખતાં આ મામલે પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી છે. મુળ કચ્છ-ભૂજના વતની બાવાજી પરિવાર છેલ્લા ત્રણ વર્ષથી રાજકોટ આવ્યો હોય અને છેલ્લા 12 વર્ષથી માનસિક બિમાર માતાની સેવા કરતાં પુત્રએ આજે તેની માતાને ગળેટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતાના મિત્રને આ બાબતે જાણ કરતાં મિત્રએ પોલીસ કંટ્રોલરૂમને જાણ કર્યા બાદ યુનિવર્સિટી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને હત્યારા પુત્રની ધરપકડ કરી છે.

સમગ્ર બનાવની મળતી વિગતો મુજબ, આજે સવારે પોલીસ કંટ્રોલરૂમ ખાતે એક વ્યક્તિનો ફોન આવ્યો હતો અને ફોન કરનાર વ્યકિતએ કંટ્રોલરૂમના સ્ટાફને યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન પાસે આવેલા ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટર નં.103માં રહેતા જયોતીબેન ગોસાઈની તેમના પુત્રએ હત્યા કરી હોવાની જાણ કરી હતી. આ અંગેની માહિતી મળતાં જ પોલીસ કંટ્રોલરૂમના સ્ટાફે તાત્કાલીક ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ વસાવા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે દોડી ગયો હતો. ફોન કરનારે જયોતીબેની હત્યા તેમના જ પુત્ર નિલેશે કરી હોવાનું જણાવ્યું હોય પોલીસ સ્ટાફ જ્યારે હાઉસીંગ બોર્ડ કવાટર્સમાં પહોંચ્યો ત્યારે નિલેશ ગોસાઈ ત્યાં હાજર મળી આવ્યો હતો. જેની પોલીસે સ્થળ ઉપર થી જ ધરપકડ કરી હતી.

હત્યાનું કારણ અને કઈ રીતે હત્યા થઈ તે સહિતની બાબતો ઉપર પોલીસે નિલેશની પ્રાથમિક પુછપરછ શરૂ કરી હતી. બીજી તરફ જયોતીબેનના મૃતદેહને પોસ્ટ મોટર્મ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મુળ કચ્છ-ભૂજના જયોતીબેન જશવંતગીરી ગોસાઈ (ઉ.46)ની હત્યા ગળેટૂંપો આપી તેમના પુત્ર નિલેશ (ઉ.22)એ કરી હતી. છેલ્લા 12 વર્ષથી માનસિક બિમાર જયોતીબેન ત્રણ વર્ષથી પુત્ર નિલેશ સાથે ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાટર્સમાં ભાડેથી રહેતા એક ખાનગી કંપનીમાં નોકરી કરતો નિલેશ માતાની સેવા કરતો હતો અને આજે સવારે તેણે જયોતીબેનના ગળેટૂંપો આપી તેમને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતાના મિત્રને હત્યા બાબતની જાણ કરી હતી. જયોતીબેનના લગ્ન જશવંતગીરી સાથે થયા બાદ 20 વર્ષ પૂર્વે તેમના છુટાછેેડા થયા હતાં. તેમને સંતાનમાં બે પુત્રો અને એક પુત્રી છે. જેમાં નિલેશ સૌથી નાનો હોવાનું જાણવા મળ્યું છે. માનસિક બિમાર જયોતીબેનની બિમારીથી કંટાળી કંધોતર નિલેશે જ હત્યા કરી નાખી હોય આ બાબતે પોલીસે તેના અન્ય ભાઈ અને બહેનને જાણ કરી છે અને આ મામલે હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઈ છે.

Tags :
crimegujaratgujarat newsmurderrajkotrajkot news
Advertisement
Advertisement