રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ટંકારાના હમીરપર ગામે ખેડૂતને મરવા મજબૂર કરનારા બે વ્યાજખોર સામે નોંધાતો ગુનો

11:48 AM Jan 01, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

ટંકારાના હમીરપર ગામે રહેતા આધેડે વ્યાજે રૂૂપિયા લીધેલ હતા જેની સામે મોટા ભાગની રકમ ચૂકવી દીધેલ હતી તો પણ તેની પાસથી વધુ રૂૂપિયા પડાવવા માટે વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવી હતી. જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. જેથી કંટાળી ગયેલ. ટંકારા તાલુકાના હમિરપર ગામે રહેતા ગોપાલભાઈ વેલજીભાઈ ચિકાણી (50)ને ભગવાનજીભાઈ રાયધનભાઈ ખાંડેખાએ બળજબરી કરી જમીનનુ 23.23 લાખનું સાટાખત કરાવી લીધેલ હતું. સાટા ખત પેટે 10 લાખ ચેકથી આપેલ હતા અને વ્યાજ પેટે પાંચ લાખ આપેલ હોવા છતા જમીનનો દસ્તાવેજ કરી આપવા બળજબરી કરી મોતનો ભય બતાવ્યો હતો અને મારી નાખવાની ધમકીઓ આપી હતી.આરોપી રાહુલભાઈ બચુભાઈ સવસેટાએ ગોપાલભાઇ ચિકાણી પાસેથી પ્રોમીસરી નોટ લખાવી 20 લાખ આપી તેનુ વ્યાજ 10 ટકા લેખે લેતો હતો.

જેથી કરીને 24 લાખ વ્યાજ સહીત ચુકતે કરી આપ્યા હતા, તો પણ પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. જેથી ગોપાલભાઇ ચિકાણીએ પોતાની જ વાડીએ ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો હતો.આ બનાવ સંદર્ભએ હમીરપર ગામે આપઘાત કરી લેનાર ગોપાલભાઇના પત્ની ભાવનાબેન ગોપાલભાઈ ચિકાણી (50)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભગવાનજીભાઈ રાયધનભાઈ ખાંડેખા રહે. દહીસરા માળીયા અને રાહુલભાઈ બચુભાઈ સવસેટા રહે. લાભદિપ સોસાયટી શેરી-3 રાજકોટ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે.

જેમાં જણાવ્યુ છે કે, ઉચુ વ્યાજ મેળવવા માટે બળજબરી કરી હતી અને મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. જેથી કરીને બન્ને આરોપીઓએ ફરિયાદીના પતિ પાસેથી વ્યાજની પઠાણી ઉઘરાણી કરતાં તેના ત્રાસથી કંટાળીને ફરિયાદીના પતિએ ગળાફાસો ખાઈને આપઘાત કર્યો હતો. બનાવમાં મૃતકના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂૂ કરી છે.

Tags :
crimegujaratgujarat newsTankaraTankara news
Advertisement
Advertisement