યોગેશ્ર્વર પાર્કમાં પરિણીતાના આપઘાત પ્રકરણમાં પતિ સહિતના સાસરિયા સામે ગુનો નોંધાયો
પતિ, સાસુ, સસરા, દિયરે ત્રાસ આપતા પરિણીતાએ આપઘાત કર્યો હતો
યુનિવર્સિટી રોડ પર યોગેશ્વર પાર્કમાં ગઈ તા. 13નાં કૈલાશબેન સોલંકી ઉ.વ. 28 એ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધા બાદ મૃતકના ભાઈ રણજીતસિંહ નાનુભા ગોહીલ ઉ.વ.26, રહે, પડાપાદર, ગીરગઢડાએ મૃતકના પતિ દિલીપ, સાસુ અજુબેન, સસરા કાળુભાઈ અને દિયર ધર્મેશ સામે ત્રાસ આપી મરવા મજબુર કર્યાની ગાંધીગ્રામ-2 પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
રણજીતસિંહે જણાવ્યું કે,તેના બહેન કૈલાશબહેનના લગ્ન 6.2.2025નાં થયા હતાં, તેને સાસુ અને દિયર કામકાજ બાબતે ત્રાસ આપી તું ગોધરા જેવી છો, સસરા તારા બાપે કહી આપ્યું નથી, આ ઘટતું ફર્નીચરનું કામ તારા બાપને કે જે કરી આપી તેમ અને પતિ, તું અહીંથી બિસ્તરા પોટલા બાંધી ચાલીજા, તુંમ મને નથી જોઈતી, કહી મેણાટોણા મારતા હોવાની વાત પરિવારજનોને કરી હતી.
આથી તેના માતાએ તેને સમજાવી હતી. ગઈ તા.14નાં કૈલાશબેન સાતમ આઠમ તહેવારમાં ઘરે આવી હતી ત્યારે પરિવારને વાત કરી હતી કે, સાસુ સસરા જયારે પતિ કંઈ ખાવાની વસ્તુ ઘરે લઈને આવે કે મને પૈસા આપે તો ગમતુ નહી, તેને અને પતિને ટોકી વાંક ન હોવા છતાં મેણાટોણા મારતા હતાં. ઘરની બહાર પણ નિકળવા દેતા ન હતાં. ફોન પણ કરવા દેતા નહીં, તેમ વાત કરી હતી, ત્યારબાદ તેને તેના સાસુ સસરા આવીને તેડી ગયા હતાં. ત્યારબાદ ગઈ તા.13નાં તેને બહેન કૈલાશબેને વોટસએપમાં વિડીયો મોકલ્યો હતો. જેમાં કૈલાશબેન સાથે તેના સાસરીયાઓ ઝઘડો કરતા હોય તેવું સંભળાતુ હતું. ત્યારબાદ કૈલાશબેન રાત્રે ગળાફાંસો ખાઈ જીંદગી ટુંકાવી લીધી હતી.
