For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધમલપર રોડ પરના પેટ્રોલિયમ યુનિટમાં ભેળસેળિયું પેટ્રોલિયમ પ્રવાહી વેચનાર શખ્સ સામે ગુનો નોંધાયો

04:30 PM Dec 11, 2025 IST | Bhumika
ધમલપર રોડ પરના પેટ્રોલિયમ યુનિટમાં ભેળસેળિયું પેટ્રોલિયમ પ્રવાહી વેચનાર શખ્સ સામે ગુનો નોંધાયો

રાજકોટ નજીક ધમલપર રોડ પર ઇન્ડસ્ટ્રીયલ પાર્કના પ્લોટનંબર 124માં આવેલા વસીલા પેટ્રોલીયમ નામના યુનીટમાં તાલુકા મામલતદાર કચેરી, જિલ્લા પુરવઠા અધીકારીની કચેરીના સ્ટાફે ગઈ તા.6-10-25નાં તપાસ કરતાં રૂૂા.7.05 લાખનું 15 હજાર લીટર શંકાસ્પદ પેટ્રોલીયમ પ્રવાહી મળી આવતા સીઝ કરી નમુના પૃથ્થકરણ માટે મોકલાયા હતા.જેમાં પેટ્રોલીયમ પ્રવાહી ભેળસેળીયું નિકળતા યુનીટના સંચાલક સિકંદર રમઝાનભાઈ હાલા સામે કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી.

Advertisement

તાલુકા મામલતદાર કે.એચ. મકવાણાની ફરિયાદ પરથી સંચાલક સિંકદર હાલા સામે ગુનો દાખલ કર્યો હતો. સુત્રોએ જણાવ્યું કે, ગઇ તા.6-10નાં આરોપીના વસીલા પેટ્રોલીયમ નામના યુનીટે સપ્લાઈ ઈન્સપેકટર સહિતના સ્ટાફે તપાસ કરતા શંકાસ્પદ પેટ્રોલીયમ પ્રવાહીનું વેચાણ કરવામાં આવતું હોવાનું જાણવા મળતા કાર્યવાહી કરાઈ હતી.

બીજી તરફ તપાસમાં ખુલ્યું હતું કે, તપાસ સમયે વેચાણ રજીસ્ટર, સ્ટોક રજીક્ટર કે વેચાણ બીલબુક રજુ કરાઈ ન હતી. જ્યારે ખરીદી-વેચાણ, સંગ્રહનું લાયસન્સ રજુ કરાયુ ન હતું. ફક્ત પેસોનું ક્લાસ-બીનું માત્ર 44 કિ.લી.નું લાયસન્સ રજુ કરાયું હતું. ફાયર સેફ્ટીના સાધનો એક્સપાયર થયેલા હતા. ત્યારે ફાયરસેફ્ટીના સાઇન બોર્ડ લગાવેલા ન હતા. જ્યારે ખરીદ-વેચાણના બીલ સાથે એન્ડ યુઝ સર્ટીફિકેટ રજુ કરાયુ ન હતું.

Advertisement

આ ઉપરાંત પેઢી દ્વારા બેરલમાં સ્ટોરેજ કરવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટનું લાયસન્સ મેળવ્યું ન હતું. તેમજ પેઢી દ્વારા ઓનલાઈન સાઇટમાં વસીલા પેટ્રોલીયમથી રજીસ્ટર કરી સોલવન્ટ, એલ.ડી.ઓ. જણસીઓ વેચાણ કરવાનું કેટલોગ રજુ કર્યું હતું. જે સોલવન્ટ એક્ટ મુજબ લાયસન્સન લીધાનો ભંગ ગણાયો છે. આથી સ્ટાફે રૂૂા.7.05 લાખની કિંમતનું 15 હજાર લીટર શંકાસ્પદ પ્રવાહી સીઝ કરી નમુના પૃથ્થકરણ માટે મોકલ્યા હતાં, જેમાં પેટ્રોલીય હાઇ કાર્બનની હાજરી મળી આવી હતી. તેમજ પેટ્રોલીય પ્રવાહી ધોરણસર ન હોવાનું ખુલતાં અંતે ફરિયાદ નોંધાવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement