ભાવનગરમાં કુટણખાનું ઝડપાયું: ત્રણ મહિલાઓની ધરપકડ
ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં આવેલી ટ્રેડ સેન્ટરની અંદર સિટી સ્યા વેલનેસ નામે ચાલતા સ્પા સેન્ટરમાં મસાજની આડમાં કુટણખાનું ચલાતું હોવાની બાતમીને પગલે પોલીસે દરોડો પાડતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બાતમીની પુષ્ટિ - કરવા માટે પોલીસે ગુપ્ત રીતે એક વ્યક્તિને ગ્રાહક બનાવી સ્પામાં મોકલી રૂૂ. 3,000 લઈ અપાતી ગેરકાયદે સર્વિસની હકીકત બહાર કાઢી હતી, જેને આધારે તાત્કાલિક રેડ કરી સ્પામાંથી ત્રણ મહિલાઓને ઝડપી લેવામાં હતી.
પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે સિટી સ્પા વેલનેસનું સંચાલન સરીફાબેન અબ્બાસભાઈ સૈયદ અને તેનો પુત્ર સમીર અબ્બાસભાઈ સૈયદ મળીને કરતા હતાં. સરીફાબેન ચિત્રા માર્કેટિંગ યાર્ડ ગેટ નં. 2 સામે મકાન ભાડે લઈ રહેતી અને મૂળ સિહોરના મોંઘીબા વિસ્તારમાં રહેતી હોવાનું સામે આવ્યું છે. સ્પામાં કોઈપણ ગ્રાહકના પુરાવા અથવા ઓળખ મેળવવામાં આવતી ન હતી, માત્ર નામની એન્ટ્રી કરીને ગેરકાયદે ધંધો ચાલુ રાખવામાં આવતો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ કરી છે.