For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં નેકસેસ લકઝરિયર્સ સ્પામાં ‘બોડી મસાજ’ની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ, બે ઝડપાયા

12:00 PM Feb 11, 2025 IST | Bhumika
મોરબીમાં નેકસેસ લકઝરિયર્સ સ્પામાં ‘બોડી મસાજ’ની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ  બે ઝડપાયા

અલગ - અલગ રાજયની આઠ યુવતીઓ મળી આવી : 1.1પ લાખનો મુદ્ામાલ જપ્ત

Advertisement

મોરબીના શનાળા રોડ પર આવેલ ધર્મેન્દ્ર પ્લાઝામા પાંચમા માળે નેકસેસ લકઝરીયર્સ સ્પાની આડમાં ચાલતું કુટણખાનુ પકડી પાડી સ્પા સંચાલક સહિત બે ઈસમોની મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ધરપકડ કરી આગળ તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસને બાતમી મળેલ કે મહેશ હોટલની બાજુમા આવેલ ધર્મન્દ્ર પ્લાઝામા આવેલ નેકસસ લકઝરીયર્સ નામના સ્પા.ના સંચાલક જયદીપભાઇ હમીરભાઇ મકવાણા (રહે.મોરબી ઉમા ટાઉનશીપ પાછળ) તથા નિશ્ચલભાઇ મહેશભાઈ ભીમાણી (રહે. મોરબી શનાળારોડ સ્કાયમોલની સામે રામનગર વાળા) ઓ પોતાના સ્પામા બહારથી ગ્રાહકો બોલાવી તેઓને (બોડી મશાજ) ના ઓઠાતળે લલનાઓ સાથે શરીર સુખ માણવા માટે સવલતો પુરી પાડીને કુટણખાનુ ચલાવે તેવી બાતમીના આધારે રેઇડ કરતા આરોપી સ્પા માથી મળી આવેલ હોય તેમજ અલગ અલગ રાજ્યમાંથી મસાજનુ કામ કરવા આવેલ આઠ યુવતીઓ મળી આવેલ હતી તેમજ સ્થળ ઉપર થી રોકડા રૂૂ.20500/- તથા પાંચ મોબાઇલ ફોન કિ.રૂૂ.1,15000/-કરી આરોપીઓ વિરુદ્ધ ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શન એકટની 1956ની કલમ 3(1),4,5(1)(એ)(ડી),6(1)(બી), ની કલમો મુજબ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement