ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વિરાણી ચોકમાં દોઢ વર્ષથી સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, રીસેપ્સનિસ્ટની ધરપકડ

03:49 PM Dec 06, 2025 IST | Bhumika
Advertisement

મહિલા રિસેપ્સનીસ્ટ ગ્રાહકો માટે રૂપલલના શોધી લાવતી : ગુજરાત, આસામ અને દીલ્હીની યુવતી મળી આવી

Advertisement

દ્વારકાના શખ્સ સહિત ત્રણ સંચાલકોની શોધખોળ

શહેરમાં છેલ્લા ચાર માસમાં 15 જેટલા સ્પા અને હોટલમાંથી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ એટલે કે એએચટીયુની ટીમે કુટણખાના ઝડપી લીધા હતા. આમ છતાં ખાસ કરીને સ્પાના ઓઠા નીચે કુટણખાના ચલાવનારાને કોઈ ડર ન હોય તેમ અનૈતિક પ્રવૃતિઓ ચાલુ રાખી છે. શહેરના વિરાણી ચોકમાં આવેલા ધ પીસફુલ સ્પામાંથી કુટણખાનું ઝડપાયું હતું. આ ઘટનામા પોલીસે રીસેપ્નીસ્ટ મહીલાની ધરપકડ કરી હતી જયારે ફરાર થયેલા દ્વારકાનાં શખ્સ સહીત અન્ય 3 ની શોધખોળ કરવામા આવી રહી છે.

એએચયુટીની ટીમે સ્પાના ઓઠા નીચે ચાલતાં કુટણખાનાઓ ઉપર ઘોંસ બોલાવતાં ધ પીસફુલ સ્પાના સંચાલકોએ અનૈતિક પ્રવૃતિઓ ઉપર બ્રેક મારી દીધી હતી. પરંતુ જેવી હવે એએચટીયુની ટીમ નિષ્ક્રિય બની ગયાનો અહેસાસ થતાં ફરીથી કુટણખાનું શરૂૂ કરી દીધું હતું.પીઆઈ ભાર્ગવસિંહ ઝણકાટ અને તેમની ટીમનાં હેડ કોન્સ્ટેબલ મહંમદઆરીફ અંસારી અને કોન્ટેબલ હસમુખભાઇ બાલધા, શાંતુબેન મુળીયા સહીતનાં સ્ટાફને વિરાણી ચોક પાસે સીટી ડેન્ટલ હોસ્પીટલની સામે સીજે કોમ્પલેક્ષની બાજુમા પહેલા માળે આવેલા ધ પીસ ફુડ સ્પામા ડમી ગ્રાહક મોકલી ખરાઈ કર્યા બાદ દરોડો પાડયો હતો. ડમી ગ્રાહક પાસેથી એન્ટ્રી ફીના નામે રૂૂા.1 હજાર વસૂલાયા હતા. ત્યાર પછી એકસ્ટ્રા સર્વિસ માટે રૂૂા.ર500નો ભાવ નકકી કરાયો હતો.

સ્પામાંથી રીસેપ્શનિસ્ટ કવિતા જમોડ કે જે મૂળ ભાવનગર પંથકની છે તેની ધરપકડ કરવામાં આવી છે. તેની પૂછપરછમાં સ્પાના માલિક તરીકે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા ગામના જીગર દિલીપ સચદેવ અને પરબત ભોચિયાના નામ ખુલ્યા છે. ત્રીજા પાર્ટનર તરીકે કિશન કરણબહાદુર ઠાકુરનું નામ છે. જોકે આ ત્રણેય ભાગીદારો નહીં મળી આવતાં વોન્ટેડ દર્શાવાયા છે.

એએચટીયુના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોપી કિશન 20 ટકાનો ભાગીદાર છે. તે અને રીસેપ્ીસ્ટ કવીતા રૂૂપલલનાઓની વ્યવસ્થા કરી આપતા હતા . રીસેપ્શનિસ્ટ કવિતા પણ કસ્ટમરોને બોલાવતી હતી. રૂૂપલલનાઓ ગ્રાહકો પાસેથી જે રકમ લેતી તેમાંથી રૂૂા.1 હજાર સ્પાના સંચાલકોને આપતી હતી. પોલીસ તપાસમા જાણવા મળ્યુ છે કે દોઢેક વર્ષથી આ સ્પાની આડમા કુટણખાનુ ચાલતું હતુ. જેને પોલીસે દેહવ્યાપારની પ્રવૃતિ નહીં કરવા સમજ કરી હતી. સ્પામાંથી ગુજરાત, દિલ્હી અને આસામની કુલ ત્રણ રૂૂપલલના મળી આવી હતી.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement