માળિયા મિયાણામાં દારૂના ગુનામાં 10 વર્ષથી વોન્ટેડ બૂટલેગર પકડાયો
માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા દસેક વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાન રાજયના સીરોહી જિલ્લાના મંડાર પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાંથી મોરબી પેરોલ ફર્લો સ્કોડે ઝડપી પાડયો છે.
મોરબી પેરોલ ફર્લોને ખાનગીરાહે બાતમી મળેલ કે, માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી અર્જુનસિંહ દોલતસિંહ સોલંકી રહે. સેવાડા તા.રાણીવાડા જી. ઝાલોર (રાજસ્થાન) વાળો હાલે સીરોહી જિલ્લાના રેવદર તાલુકા રાયપુર ગામે હોવાની ચોકકસ બાતમી મળતા જે બાતમીના આધારે મંડાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રાયપુર ગામે તપાસ કરતા પ્રોહીબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપી અર્જુનસિંહ દોલતસિંહ ઉતમસિંહ સોલંકી (રાજપુર) ઉ.વ. 43 રહે. હાલ રાયપુર તા.રેવદર જી.સીરોહી (રાજસ્થાન) મુળ રહે. સેવાડા તા.રાણીવાડા જી. ઝાલોર (રાજસ્થાન) વાળો મળી આવતા આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે માળીયા મિયાણા પોલીસ સ્ટેશનને સોપવા કાર્યવાહી હાથ ધરેલ છે.
મોરબીના લાલપર ગામ નજીક ક્રિષ્ના હોટેલ પાસે ડૂબી ગયેલ યુવકનો ભારે જેહમત બાદ ફાયર વિભાગ દ્વારા મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો હતો. બે દિવસ પહેલા ફાયર ક્ધટ્રોલરૂૂમમા કોલ મળેલ લાલપર ગામ નજીક ક્રિષ્ના હોટેલ પાસે એક યુવક ડૂબી ગયેલ છે જની શોધખોળ માટે જતા બે દિવસબાદ ભારે જેહમત બાદ આજે કેનાલમાં ડૂબી ગયેલ વિપુલભાઈ ભુપતભાઇ કણસાગરા (ઉ.વ.22) નામના યુવકનો મૃતદેહ શોધી કાઢી બહાર કાઢવામાં આવ્યો હતો.