રાજકોટના બૂટલેગરે તીથવા ગામે વાડીમાં સંતાડી રાખેલો બે લાખનો દારૂનો જથ્થો ઝડપાયો
મોરબી એલસીબીની ટીમે દારૂનો જથ્થો ઝડપી રાજકોટના બૂટલેગરની કરી શોધખોળ
વાંકાનેર તાલુકાના તીથવા ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં દારૂૂનો જથ્થો હોવાની પોલીસને હકીકત મળી હતી. જેના આધારે પોલીસે ત્યાં દારૂૂની રેડ કરી હતી. ત્યારે સ્થળ ઉપરથી દારૂૂની જુદી-જુદી 468 બોટલો અને 96 બિયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે 2,08,740 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો છે. જોકે આરોપી હાજર ન હોય રાજકોટના બુટલેગરનો માલ હોવાનું સામે આવ્યું છે જેથી કરીને પોલીસે તેની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂૂ કરી છે.
મોરબી જિલ્લા એલસીબીની ટીમ વાંકાનેર તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે વાંકાનેર તાલુકાના તીથવા ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં રાજકોટના બુટલેગર ઈલુભાઇ સંધિ દ્વારા દારૂૂનો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની ચોક્કસ હકીકત મળી હતી. જેના આધારે પોલીસે ત્યાં દારૂૂની રેડ કરી હતી ત્યારે વાડીની ઓરડીમાંથી દારૂૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 468 બોટલો મળી આવી હતી. તેમજ બિયરના 96 ટીન મળી આવ્યા હતા. જેથી કરીને પોલીસે કુલ મળીને 2,08,740ની કિંમતનો દારૂૂ બિયરનો જથ્થો કબજે કર્યો છે. જોકે એલસીબીની ટીમ દ્વારા દારૂૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર આરોપી ઈલુભાઈ સંધિ રહે. રાજકોટવાળો હાજર ન હોવાથી તેની સામે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગ આપી ત્યારે આઈ-20 કાર નંબર જીજે 3 જેસી 5544 માં 250 લીટર દેશી દારૂૂ રાખીને તેની હેરાફેરી કરતા શખ્સે કોઈ કારણોસર દેશી દારૂૂનો જથ્થો જોધપર ગામના ઝાપા પાસે આવેલ સ્કૂલ પાસે જાહેરમાં ફેંકી દીધો હતો અને આઈ-20 કાર જોધપર ગામના ઓવરબ્રિજ પાસે આવેલ હરિયાણા મેવાત હોટલના કમ્પાઉન્ડ પાસે રોડ ઉપર રાખી દીધી હતી. જો કે, આરોપી ત્યાંથી નાસી ગયેલ છે. જેથી કરીને પોલીસે દારૂૂ અને કાર મળીને 2.55 લાખનો મુદામાલ કબજે કર્યો છે અને આઈ-20 કારના ચાલકની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂૂ કરી છે.