હળવદના માથકમાં કાકા અને પિતરાઇ સાથે દારૂ લેવા ગયેલા યુવાન ઉપર બૂટલેગરનો હુમલો
હળવદ તાલુકાના ખેતરડી ગામે રહેતો યુવાન કાકા અને પિતરાઇ ભાઈ સાથે બાઈક લઈને માથક ગામે દારૂૂ લેવા ગયો હતો. જ્યાં બોટલ લેવા મુદ્દે બબાલ થતા બુટલેગર સહિતના પાંચ શખ્સોએ યુવાન ઉપર છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ હળવદ તાલુકાના ખેતરડી ગામે રહેતા રોહિત રૈયાભાઈ દેકાવાડિયા નામનો 25 વર્ષનો યુવાન રાત્રીના અગિયારેક વાગ્યાના અરસામાં માથક ગામે હતો ત્યારે અજા રૂૂડા કોળી સહિતના અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા રોહિતને તાત્કાલિક સારવાર માટે મોરબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં રોહિત બે ભાઈ ત્રણ બહેનમાં મોટો છે.
અને તેને સંતાનમાં એક પુત્ર છે. રોહિત દેકાવાડીયા તેના કાકા મહિપતભાઈ અને તેનો કૌટુંબિક ભાઈ યોગેશ લાલજીભાઈ ત્રણેયે દારૂૂ લીધા બાદ બાઇક લઇ હુમલાખોર અજા રૂૂડા કોળી પાસે દારૂૂની બોટલ લેવા ગયા હતા. જ્યાં દારૂૂની બોટલ લેવા મુદ્દે બોલાચાલી થયા બાદ અજા રૂૂડા કોળી સહિતના પાંચ શખ્સોએ છરી વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે હળવદ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.