ખોડલધામ સોસાયટીમાં પત્નીએ કારની ચાવી નહીં આપતા નસેડી પતિએ માર માર્યો
શહેરમાં મેંગો માર્કેટ પાછળ આવેલ ખોડલધામ સોસાયટીમાં પત્ની કારની ચાવી નહીં આપતાં ઉશ્કેરાયેલા પતિએ બારીનો કાચ હાથ ઉપર માર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવેલ હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ખોડલધામ સોસાયટીમાં રહેતી અંજલીબેન ભાવેશભાઈ રામાણી નામની 41 વર્ષની પરિણીતા સાંજના સમયે પોતાના ઘરે હતી ત્યારે પતિ ભાવેશ રામાણીએ ઝઘડો કરી હાથમાં બારીનો કાચ મારી દીધો હતો. પરિણીતાએ ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
પ્રાથમિક પુછપરછમાં અંજલીબેન રામાણી અને ભાવેશભાઈ રામાણીના બીજા લગ્ન છે. ભાવેશભાઈ દારૂના નશામાં ગમે ત્યાં કાર મુકીને આવતાં રહેતા હોવાથી પત્નીએ કારની ચાવી આપવાની ના પાડી હતી. જેથી ઉશ્કેરાયેલા પતિએ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બીજા બનાવમાં ગંજીવાડા મેઈન રોડ પર રહેતો અમન ભરતભાઈ ગોહિલ નામનો 25 વર્ષનો યુવાન રાત્રીનાં સમયે મિલપરા મેઈન રોડ પર હતો ત્યારે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
