For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગાંધીનગરમાં 9 વર્ષની બાળકીની હત્યા, દુષ્કર્મ આચરી ગળુ દબાવ્યાની શંકા

01:32 PM Nov 14, 2025 IST | admin
ગાંધીનગરમાં 9 વર્ષની બાળકીની હત્યા  દુષ્કર્મ આચરી ગળુ દબાવ્યાની શંકા

બે દિવસથી ગુમ થયેલી માસુમ બાળકીની કોથળામાં વીંટેલી લાશ મળી આવતા ખળભળાટ

Advertisement

પડોશી પરિણીત શખ્સે જ કાંડ આચર્યાની શંકાના આધારે ધનિષ્ટ પૂછપરછ

ગાંધીનગરના ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારના રાયપુર ગામમાંથી 12 નવેમ્બર 2025ની બપોરે ગુમ થયેલી 9 વર્ષ 11 મહિનાની બાળકીની 13 નવેમ્બરની રાત્રે તેના ઘર નજીકથી જ પ્લાસ્ટિક કોથળામાં પેક કરેલી હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. મૃતકના પાડોશીએ જ બાળકી સાથે દુષ્કર્મ આચરીને હત્યા કરી લાશને કોથળામાં નાખી બાજુના ઘરના ઓસરીમાં નાખી હોવાના અનુમાન સાથે શંકાના દાયરામાં છે. જ્યારે શંકાસ્પદ શખસના બાળકે બે અલગ અલગ સ્ટેટમેન્ટ આપ્યા હતા, પહેલા 500 રૂૂપિયાની લાલચ આપી કોઈ અપહરણ કરી ગયું હોવાનું બાદમાં નદી તરફ જતી જોઈ હોવાનું જણાવ્યું હતું. ગાંધીનગર પોલીસે હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

મળતી વિગત મુજબ, રાયપુર ગામના રામાપીર વાળા વાસમાં રહેતા એક પિતાની પુત્રી ગત તા.12મી નવેમ્બરના સવારના આશરે દશેક વાગ્યાના સુમારે ક્યાંક જતી રહી હતી. બાળકી ગુમ થતાં તેના પિતાએ કોઈ અજાણ્યો વ્યક્તિ તેનું અપહરણ કરી ગયું હોવાની શંકા સાથે ડભોડા પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધાવ્યો હતો.

પોલીસે ફરિયાદના આધારે બાળકીની શોધખોળ શરૂૂ કરી હતી અને સોશિયલ મીડિયામાં પણ તેની જાહેરાત કરી હતી. જોકે, આ બાળકીની શોધખોળ અંતે કરુણ ઘટનામાં પરિણમી છે. 13 નવેમ્બરની રાત્રે પરિવાર જે મકાનમાં રહે છે તેની પાછળના ભાગે આવેલી એક ઓરડીની ઓસરીમાંથી શંકાસ્પદ હાલતમાં એક પ્લાસ્ટિકની થેલી(કોથળો) મળી આવી હતી. તપાસ કરતાં આ કોથળામાં ગુમ થયેલી બાળકીની લાશ જ પેક કરેલી હાલતમાં મળી આવી હતી.
આ અંગે વિશ્વસનીય પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, બાળકી ગુમ થઈ ત્યારથી માંડીને લાશ મળી ત્યાં સુધી પોલીસની અલગ અલગ ટીમો તપાસ કરી રહી હતી. બાળકીના પિતા ૠઈંઉઈમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. જેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હતી. બાળકીની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન છે. જેનું પેનલ ડોક્ટરોની ટીમ મારફતે પોસ્ટમોર્ટમ કરાવવાનું છે. બાળકી સાથે અઘટિત ઘટ્યું છે કે નહીં તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જાણવા મળશે.

આ પ્રકરણમાં એક શંકાસ્પદ ઇસમને રાઉન્ડ અપ કરવામાં આવ્યો છે, જે મૃતકના પિતાનો પાડોશી છે અને તેના ઘરમાં તેની પત્ની અને આઠ વર્ષનો દીકરો છે. આ ઇસમ પ્લાસ્ટિકનો ભંગાર વીણીને વેચવાનો ધંધો કરે છે. બાળકી ગુમ થઈ ત્યારથી આ ઇસમ બાળકીના પિતા સાથે શોધખોળ કરતો હતો. જેનો નાનો દીકરો પણ પોલીસને કહેતો કે, બાળકીને કોઈ 500 રૂૂપિયા આપવાની લાલચ આપી લઈ ગયું છે, તો ઘડીકમાં તે નિવેદન બદલીને બાળકી નદી બાજુ જતી જોવા મળી હોવાનું કહેતો હતો. જ્યારે શંકાશીલ ઈસમે બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યા પછી ગળું દબાવી લાશને ખાતરના પ્લાસ્ટિકના કોથળામાં પેક કરીને ભંગારના સામાન નીચે સંતાડી દીધી હોવાની શંકા છે.

જેમાં તેની પત્ની પણ શંકાના દાયરામાં છે. તપાસમાં જે ઘરેથી બાળકીની લાશ મળી છે તે વ્યક્તિ પણ રડારમાં આવ્યો છે. જેની પણ પૂછતાછ ચાલી રહી છે. મૃતકનું તેમજ જે ઘરેથી લાશ મળી છે ઉપરાંત શંકાસ્પદ ઈસમનું ઘર એકદમ નજીક નજીક જ છે. જેથી લાશ ઇસમના ઘરમાં જ રાખવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ ઈસમ બાળકીની શોધખોળમાં સાથે ફરતો હતો અને પોલીસની ગતિવિધિ ઉપર ધ્યાન રાખતો. હાલમાં આ ઇસમ અને જે ઘરેથી કોથળો મળ્યો એની બંનેની બંનેની પૂછતાછ ચાલી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement