વિવેકાનંદરનગર અને રામનાથપરામાં જુગારના દરોડામાં 9 શખ્સો ઝડપાયા
શહેરના વિવેકાનંદ નગર અને રામનાથપરામાં પોલીસે જુગારના બે દરોડા પાડી પત્તા ટીચતા 9 શખ્સોને રૂા.31 હજારની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ એ.એન.પરમારની રાહબરી હેઠળ એએસઆઇ વિજયસિંહ જાડેજા, હેડ કોન્સ. ક્રિપાલસિંહ ઝાલા, પ્રતિકસિંહ રાઠોડ, કોન્સ. સંજયભાઇ ખાખરીયા, તુલસીભાઇ ચુડાસમા તથા ટીમ પેટ્રોલીંગમાં હતી.દરમિયાન બાતમી મળી હતી કે, દેવપરા મેઇન રોડ પર ચંદ્રેશ હેર આર્ટની બાજુમાં મંગલ જયોત નામના બે માળના એપાર્ટેમેન્ટમાં બીજા માળે ફલેટમાં રહેતા પરેશભાઇ શેલડીયા જુગાર રમાડી રહ્યો છે. આ બાતમીના આધારે દરોડો પાડી અહીં જુગાર રમતા ચાર શખસોને ઝડપી લીધા હતાં. જેમાં પરેશ બચુભાઇ શેલડીયા(ઉ.વ 48 રહે. વિવેકાનંદનગર 80 ફૂટ રોડ દેવપરાની પાસે કોઠારીયા મેઇન રોડ), મહેશ કડવાભાઇ સાંગાણી(ઉ.વ 38 રહે. આર.એમ.સી. કવાર્ટર નં.47 ત્રીજો માળ), મનીષ જેરામભાઇ દુધરેજીયા(ઉ.વ 41 રહે. જૈનમ એપાર્ટમેન્ટ વિંગ એ ફલેટ નં. 302,જામનગર રોડ) અને અનીષ ગફારભાઇ લાખાણી(ઉ.વ 44 રહે. આર.એમ.સી. કવાર્ટર નં. 37 પહેલો માળ બ્લોક નં. 14 જંગલેશ્વર) નો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂૂ. 18,700 કબજે કર્યા હતાં.
જયારે જુગારના અન્ય દરોડામાં એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ બી.વી.બોરીસાગરની રાહબરી હેઠળ પીએસઆઇ એસ.એમ.રાણા તથા ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાાન હેડ કોન્સ. ધારાભાઇ ગઢવી, કરણભાઇ વીરસોડીયા અને મહેશભા ચાવડાને મળેલી બાતમીના આધારે રામનાથપરા શેરી નં.5 માં રહેતા સુમન સુકરઅલી શેખ(ઉ.વ 19) ના મકાનમાં દરોડો પાડી અહીં જુગાર રમતા સુમન ઉપરાંત જહુરદીન સમસુદીન મૌલા(ઉ.વ 34 રહે.પેડક રોડ આર્યનગર સોસાયટી શેરી નં. 2), મીરાજ મીન્ટુ શેખ(ઉ.વ 31 રહે. પેડક રોડ આર્યનગર સોસાયટી શેરી નં. 2) અને સુદીપ નોડેસદાસ(ઉ.વ 23 રહે. આર્યનગર સોસાયટી શેરી નં. 6) ને ઝડપી લીધા હતાં. પોલીસે પટમાંથી રોકડ રૂૂ. 12,100 કબજે કર્યા હતાં.