તળાજાના લાકડિયા ખાતે કાળિયાકુવાની મેલડી માતાના મંદિરમાંથી 9 કિલો ચાંદીની ચોરી
ભાવનગર જિલ્લા ના તળાજા ના લાકડીયા ગામ નજીક વાડી વિસ્તારમા કાળિયા કુવા ની મેલડી માતાનું મંદિર આવેલ છે.આ મંદિર હજારો લોકોના આસ્થાનું કેન્દ્ર છે.જેને લઈ અહીં મોટુંદાન અને માનતાઓ માનવામા આવે છે.હજારો શ્રદ્ધાળુઓ એ ચડેવલ ચાંદીના છત્તર ની તસ્કરો ગતરાત્રે ચોરી કરી ગયા હતા.રૂૂપિયા સાડાચાર લાખના ની કિંમત નું ચાંદી તસ્કરો લઈ ગયા હતા.જોકે બિન સત્તાવાર રીતે એફ.આઈ.આર મા દર્શાવ્યા કરતા બમણું ચાંદી ગયેલ છે. એક માન્યતા પ્રમાણે કેટલાક તસ્કરો ચોરી ને અંજામ આપેતે પહેલાં માતાજી ની રજાલેતા હોય છે.તસ્કરો તેની વિધીપણ કરતા હોય છે. પરંતુ તસ્કરો જ્યારે માં મેલડી ના મંદિર ને ટાર્ગેટકરે ત્યારે તસ્કરો કોણ હોઈ શકે તે અનુભવી પોલીસ ને તાગ મળીજતો હોય છે. તળાજા પોલીસ મથકે લાકડીયા ગામના ઉપેન્દ્રસિંહ કિલુભા ગોહિલ ઉ.વ.35 એ નોધાવેલ ફરિયાદ મા ગામની સીમમાં આવેલ કાળિયાકુવા ની મેલડી માતા મંદિર ના ચાલતા મંડળ ના સભ્ય છે.આજે સવારે મંદિર ના પૂજારી તુલસીદાસ આચાર્ય સવારે 4.55 કલાકે મંદિરે આવ્યા ત્યારે મંદિર ના દરવાજા ના નકુચા તૂટેલહતા.અંદર જોતા અહીં માતાજી ને ચડાવેલ હજારો છતરોની તસ્કરો ચોરીકરી ગયા નું ધ્યાને આવ્યુંહતું.અંદાજે 9 કિલો ચાંદીના છત્તર જેની કિંમત રૂૂ.4,50,000ની કિંમત ની ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે. તપાસ કરનાર પો.ઇ એ.બી.ગોહિલ એ જણાવ્યું હતુ કે તસ્કરો નું પગેરું અને તેમના વિરુદ્ધ મજબૂત પુરાવા મેળવવા માટે ડોગ સ્ક્વોડ,એફ.એસ.એલ,ફિગર પ્રિન્ટ નિષ્ણાંત, એલ.સી.બી સહિત ની ટિમો ની મદદ લેવાઈ છે. અહીં 11 જેટલા સીસી ટીવી કેમેરા લાગેલ છે.તેંના વિડિઓ ઉટછમા સેવ થયા હોય તેના વાયરો અહીં ખિસકોલી ઉંદર જેવા પ્રાણીઓ એ કાપી નાંખેલ હોય ચોરીને અંજામ આપતા તસ્કરો કેદ થયા ન હતા.
અગાઉ પણ અહીં ચોરી થઈ હતી
આ મંદિર સમૃદ્ધ મંદિરછે.અહીં આવનાર ભક્તો રોકડ અથવા તો ચાંદી સહિત નું દાન કરે છે. જેને લઈ તસ્કરો અહીં ચોરી ને અંજામ આપે તો મોટી રકમ હાથ લાગે છે જેને લઈ અહીં ભૂતકાળમાં પણ તસ્કરો એ ચોરી ને અંજામ આપેલ છે.