જૂનાગઢમાં ઇ-મેમો ડાઉનલોડ કરતાં જ યુવકના ખાતામાંથી 9.23 લાખ ગાયબ
ડિજિટલ યુગમાં સાયબર છેતરપિંડીના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. જૂનાગઢના ઝાંઝરડા રોડ પર રહેતા અને ખાનગી દુકાનમાં નોકરી કરતા કમલેશભાઈ વ્યાસ સાથે થયેલી 9,23,750 રૂૂપિયાની છેતરપિંડીએ આ જોખમની ગંભીરતા દર્શાવી છે. સરકાર અને પોલીસ દ્વારા અજાણી લિંક કે ઓટીપી શેર ન કરવાની વારંવાર ચેતવણી હોવા છતાં, સાયબર ગુનેગારો નવી યુક્તિઓથી લોકોને શિકાર બનાવી રહ્યા છે.
જૂનાગઢ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, કમલેશભાઈને અજાણ્યા મોબાઈલ નંબર પરથી આરટીઓની એપ્લિકેશન ફાઈલ મળી, જેને તેઓએ બાઈકનો ઈ-મેમો સમજી ડાઉનલોડ કરી. આ ફાઈલ ખોલતાં જ તેમનો મોબાઈલ હેક થયો, અને થોડી જ વારમાં તેમના બેંક ખાતામાંથી 9,23,750 રૂૂપિયા ઉપડી ગયા હતાં. સાયબર ગુનેગારોએ કમલેશભાઈના ખાતામાંથી એફડીના 5 લાખ રૂૂપિયા તોડી લીધા અને તેમના નામે 1,47,314 રૂૂપિયાની લોન મંજૂર કરાવી, તે રકમ પણ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી હતી. આ ઘટનાએ ડિજિટલ સુરક્ષાની જરૂૂરિયાત પર ભાર મૂક્યો છે. પોલીસે અજાણ્યા આરોપી સામે ગુનો નોંધી, તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. નાગરિકોને અજાણી લિંક કે ફાઈલ ડાઉનલોડ ન કરવા અને સાયબર સુરક્ષા પ્રત્યે સજાગ રહેવા પોલીસે અપીલ કરી છે.