For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોપીકેસમાં ઝડપાયેલા 90 માંથી 87 વિદ્યાર્થી દોષિત: ત્રણ નિર્દોષ જાહેર

01:13 PM Jul 02, 2025 IST | Bhumika
કોપીકેસમાં ઝડપાયેલા 90 માંથી 87 વિદ્યાર્થી દોષિત  ત્રણ નિર્દોષ જાહેર

મ.કૃ.ભાવ.યુનિ.માં નવા એક્ટના અમલીકરણ સાથે ગત ફેબુ્ર.થી મે માસ દરમિયાન યોજાયેલી સ્નાતક, અનુસ્નાતક પરીક્ષામાં ગેરરીતિ આચરતાં ઝડપાયેલાં 90 પૈકી 87 વિદ્યાર્થીને દોષિત જાહેર કરી તમામને સજા ફટકારવામાં આવી છે. જયારે, સૌપ્રથમ વખત તમામ દોષિતને રૂૂા. 2,500 થી લઈને રૂૂા. 10 હજાર સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે.

Advertisement

યુનિ.દ્વારા સતત ગત ફેબુ્ર.થી સતત ચારેક માસ ચાલેલી સ્નાતક,અનુસ્નાતક અને ડીપ્લોમા પરીક્ષામાં 90 વિદ્યાર્થી ગેરરીત કરતા ઝડપાઈ ગયા હતા. તમામ વિદ્યાર્થીઓનું એમપીઈસી કમિટિ દ્વારા બે તબક્કામાં હિયરિંગ કરવામાં આવ્યું હતું. અને આજે કમિટિએ તેનો અહેવાલ જાહેર કર્યો હતો. યુનિ.ની વેબસાઈટ પર જાહેર થયેલાં નોટિફિકેશન મુજબ 90 પૈકી 76 વિદ્યાર્થીઓ જે પેપરમાં ગેરરીતિ આચરતાં ઝડપાયા હોય તે પેપરની પરીક્ષા રદ્દ કરવા તેમજ તેમને રૂૂા.2500નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

દંડ ભર્યા બાદ આ વિદ્યાર્થીઓને પરીક્ષાની બીજી તક મળશે.તો પાંચ વિદ્યાર્થીને સજારૂૂપે જે તે પેપર રદ્દ કરવા અને આગામી પરીક્ષામાં તે પેપરની પરીક્ષામાં નહીં બેસી શકવાના નિર્ણય ઉપરાંત તમામને રૂૂા.ચાર હજારનો દંડ ફટકાર્યો છે.જ્યારે બે વિદ્યાર્થીની ગેરરીતિ સબબ સંપૂર્ણ પરીક્ષા રદ્દ કરવા તથા જરૂૂર જણાય તેવા કિસ્સામાં પોલીસ કાર્યવાહી કરવા એમપીઈસીની ભલામણનાં આધારે વિચારણા હાથ ધરવા પણ નિર્ણય લેવાયો હતો. જયારે, આ કિસ્સામાં તમામને રૂૂા.10 હજારનો દંડ ફટકારાયો હતો.જ્યારે ચાર વિદ્યાર્થીની સંપૂર્ણ પરીક્ષા રદ્દ કરવાની સાથે રૂૂા.10 હજારનો દંડ અને એમપીઈસી કમિટિના નિયમ મુજબ કાર્યવાહી કરાશે. આમ 87 વિદ્યાર્થીને સજા થઈ હતી. તો 3 વિદ્યાર્થી નિર્દોષ સાબિત થતા તેનું પરિણામ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement