સુલતાનપુરમાં ગરબી જોવા ગયેલા પરિવારના ઘરેથી 80 હજાર રોકડની ચોરી
ગોંડલના સુલતાનપુર ગામે ગરબી જોવા ગયેલા પરિવારના બંધ મકાન માં ચોરીનો બનાવ બન્યો હતો બંધ મકાન માંથી રૂૂ.80 હજારની રોકડ કોઈ ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ગોંડલના સુલતાનપુર રામજી મંદીર પાસે રહેતા વિઠલભાઈ જીવરાજભાઈ માંડાણીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તે પરિવાર સાથે સુલતાનપુર ખાતે રહે છે તેમનો નાનો દિકરો પુત્ર છેલ્લા ત્રણ વર્ષથી પોર્ટુગલ (જર્મની) ખાતે નોકરી કરે છે. માતા,97 વર્ષના છે છે. વિઠલભાઈને પૈસાની જરૂૂરીયાત હોવાથી ગઈ તા-20 ના રોજ દેરડી (કુભાજી) આર.ડી.સી. બેન્ક માંથી રૂૂ.1,00,000 ઉપાડી પર રૂૂમમાં કબાટના ડ્રોવર માં રાખેલ હતા. ગત 27 ના રોજ રાત્રીના મારી પત્ની ઉમીલાબેન તથા પુત્રી અને માતા બધા ઘરે બેઠા હતા અને હાલ નવરાત્રીનો તહેવાર ચાલતો હોય જેથી આશરે નવેક વાગ્યે વિઠલભાઈ ગામની ગરબીમાં ગયા હતા.
પાછળથી માતા પુત્રી પણ ગરબી જોવા આવેલ હતા અને ગરબી પુર્ણ જતા વિઠલભાઈ ઘરે હારમોનીયમ મુકવા આવેલ હારમોનીયમ ઓસરીમાં મુકીને જતા રહેલ હતા. બાદમાં રાત્રીના પત્ની ઉમીલાનો ફોન આવેલ અને ચોરી જન કરતા વિઠલભાઈ ઘરે આવ્યા ત્યારે રૂૂમમાં સામાન વિખાયેલ પડેલ હતો, આર.ડી.સી બેન્ક માંથી રૂૂ.1 લાખ ઉપડ્યા બાદ જરૂૂરીયાત મુજબ 20,000 વાપરેલ હતા, અને બાકીના રહેશ રૂૂ.80,000 ચોરી થયા હોય આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવીએ હતી.