મેટોડા જીઆઇડીસીની કંપનીમાંથી 7.20 લાખની ચોરી કરનાર પૂર્વ કર્મી સહિત 8 ઝડપાયા
રાજકોટ શહેરની ભાગોળે આવેલ મેટોડા જીઆઈડીસી ખાતે આવેલ સુમો પોલીપ્લાસ્ટમાંથી રૂૂ. 7.42 લાખની કિંમતનું 920 કિલોગ્રામ રો-મટીરીયલ સ્ટોરરૂૂમની બારીનું તાળું તોડી તસ્કરો ઉઠાવી ગયાનો બનાવ સામે આવ્યો છે.આ ઘટનામાં મેટોડા પોલિસે પૂર્વ કર્મચારી સહિત 8 શખ્સોને ઝડપી લીધા હતા.
મળતી વિગતો મુજબ,શહેરના અંબિકા ટાઉનશીપ, જીવરાજપાર્ક સ્થિત શુભમ ગ્રીન એપાર્ટમેન્ટમાં રહેતા અને મેટોડા જીઆઈડીસી ગેઇટ નંબર-3 માં આવેલ સુમો પોલીપ્લાસ્ટ પ્રા.લી.માં ચીફ એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા ધર્મેશભાઈ અશોકભાઈ સતારા (ઉ.વ.43)એ મેટોડા જીઆઈડીસી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમારી કંપનીમાં યુપીવીસી, સીપીવીસી, એગ્રીકલ્ચર પાઇપ ફીટીંગ્સ મેન્યુફેક્ચરીંગનું કામ કરીએ છીએ. અમારી કંપના પ્લાન હેડ તરીકે અરૂૂણકુમાર નરશીંગનારાયણ મિશ્રા નોકરી કરે છે. તથા કંપનીના સ્ટોર રૂૂમમાં સ્ટોર ઇન્ચાર્જ તરીકે આકાશ ગૌર અને આકાશ યાદવ તથા ડેટા એન્ટ્રી માટે રામ ખુંટી છે.
ગઇ તા.24/04ના રોજ સવારે નવ વાગ્યે અમારી કંપનીએ નોકરી ઉપર આવેલ ત્યારે અમારા કંપનીના સ્ટોર ઇન્ચાર્જ આકાશ યાદવએ મને જણાવેલ કે, હું ગઇ કાલ તા.23/04 ના રાત્રીના આઠ વાગ્યે સ્ટાર રૂૂમના શટરને તાળુ મારીને ઘરે ગયેલ હતો અને તા. 24/04 ના સવારના છ વાગ્યે નોકરી ઉપર આવી અને સ્ટોર રૂૂમમાં માલ સામાન લેવા માટે ગયેલ ત્યારે સ્ટોર રૂૂમના શટરનું તાળુ તુટેલ હતુ. જેથી મે સ્ટોર રૂૂમમાં જઈ ચેક કરતા બ્રાસ પાઇપ ફીટીંગનું રો મટીરીયલ્સની અલગ અલગ 23 બેગીઓ જેમા એક બેગીમાં 40 કીલો એમ કુલ 920 કીલો બ્રાસ પાઇપ ફીટીંગના રોમટીરીયલ જેની કિંમત રૂૂ. 7,42,440 મળી આવેલ ન હતું.
આ મામલામાં ચીફ એકાઉન્ટન્ટે ફરિયાદ નોંધાવતા મેટોડા જીઆઈડીસી પોલીસે અજાણ્યા તસ્કર સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે અશ્ર્વીન ખીમજીભાઇ ઝાલા, ગોપાલ હીરાભાઇ ચૌહાણ, રામ માનસમની મીશ્રા, દેવીદાસ જીણારામ રામદેપોત્રા, ધર્મેન્દ્ર ભીખાભાઇ રાઠોડ, પૃથ્વી મહેશભાઇ ચૌહાણ, ઉપેન્દ્ર મહેન્દ્રભાઇ ગણાત્રા અને સુરેશ ઉકાભાઇ અકબરીને ઝડપી લેવામા આવ્યા હતા .
પોલીસે આરોપીઓ પાસેથી એક રીક્ષા સહીત રૂ. 8.42 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ બનાવમા ગોપાલ ચૌહાણ અગાઉ અમરેલીનાં ખાંભા જીલ્લામા પ્રોહીબીશન એકટનાં ગુના સહીત 3 ગુનામા પોલીસ ચોપડે ચડી ચુકયો છે તેમજ પોલીસે પાસેથી જે માહીતી મળી હતી તે આરોપી સુરેશ અકબરીએ આ ચોરાઉ મુદામાલ ખરીદ કરી પોતાની ગુરૂકૃપા મેટલ કાસ્ટ નામની ભઠ્ઠીમા ઓગાળી ઢાળીયા બનાવી નાખ્યા હતા આરોપીમા એક શખસ કંપનીનો પુર્વ કર્મચારી હોવાનુ જાણવા મળ્યુ છે .