રૈયા ગામે બીલીપત્ર પ્લોટમાંથી એલોઝન લાઇટ, ફ્રીજનું કમ્પ્રેસર સહિત 71 હજારની ચોરી
રૈયા ગામે બીલીપત્ર નામના પ્લોટમાં તસ્કરો ત્રાટકયા હતા અને એલોજન લાઈટ નંગ 22 જેની કિંમત રૂૂ 55000/-, લોખંડનો સીડીઘોડો નંગ 01 જેની કિમંત રૂૂ.5000/-, ફ્રીજનું કંમ્પ્રેશર નંગ 01 જેની કિંમત રૂૂ.4000/-, સબમર્શીબલનું પેનલ બોર્ડ નંગ 01 જેની કિંમત રૂૂ 2500/-, વાયરનું ફીંડલુ નંગ 02 જે ની કિંમત રૂૂ 5000/- ની હોય જેની કુલ રૂૂ.71,500 નો મુદ્દામાલ ચોરી ગયાની ફરિયાદ નોંધાઈ હતી.
વધુ વિગતો મુજબ,રામકૃષ્ણનગ ર વિધ્યાનગર મેઇન રોડ પર રહેતા રીતવભાઇ પુરુષોતમભાઇ પીપળીયા (ઉ.વ.34)એ ફરિયાદમાં જણાવ્યું કે તેમણે જયંત સ્નેક્સ નામના કારખાનમાં મેનેજર તરીજે નોકરી કરે છે અને રૈયાગામ પાદરમાં વસંત મલ્હાર ફ્લેટની સામે બીલીપત્ર નામનો ખુલ્લો પ્લોટ પિતાની માલીકીનો આવેલો છે.ગઇ તા.05/04/20252025ના રોજ બપોરના ત્રણેક વાગ્યે મારા રૈયાગામ પાદરમાં વસંત મલ્હાર ફ્લેટની સામે બીલીપત્ર પ્લોટમાં રહેલ રૂૂમ તોડી નાખેલ હોય જેનુ માલસામાન ભરાવવા માટે ગયેલ હતો અને ત્યારે આ રુમમા રાખેલ ફ્રીજ તથા વાયરના ફીંડલા રાખેલ હતા જે મેં મારા ખુલ્લા પ્લોટમાં મૂકી દીધેલ હતા ત્યારબાદ તા.08/04/20252025 ના રોજ બપોરના સાડા અગિયારેક વાગ્યાની આસપાસ હું મારા બીલીપત્ર પ્લોટ ખાતે ગયેલ હતો અને ત્યારે મેં મારા પ્લો ટની અંદર જઇ જોયુ તો પ્લોટની દીવાલ પર લાગાડવામાં આવેલ લોખંડનો પોલ ઉપર લગાડેલ એલોજન લાઇટો જોવા માં આવેલ નહીં જેથી કંઈ ચોરી થયાનું શક જતાં મેં મારા પ્લોટમાં રાખેલી ચીજ વસ્તુઓ ની તપાસ કરતાં જોવામાં આવેલ નહીં.
આ પ્લોટમાંથી અમારા ફેમીલી ફંકશન માટે ઉપયોગમાં લેવામાં આવતી દીવાલ ઉપર લગાવેલી એલોજન લા ઈટ નંગ 22 જેની કિંમત રૂૂ 55000/-, લોખંડનો સીડીઘોડો નંગ 01 જેની કિમંત રૂૂ.5000/-, ફ્રીજનું કંમ્પ્રેશર નંગ 0 1 જેની કિંમત રૂૂ.4000/-, સબમર્શીબલનું પેનલ બોર્ડ નંગ 01 જેની કિંમત રૂૂ 2500/-, વાયરનું ફીંડલુ નંગ 02 જે ની કિંમત રૂૂ 5000/- ની હોય જેની કુલ કિંમત રૂૂ.71500/-ગણાય જેનુ કોઇ ચોરી કરી લઇ જતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.જે અંગે પોલીસે ફરિયાદના આધારે તસ્કરની ઓળખ મેળવવા તજવીજ શરૂૂ કરાઈ છે.