મોરારીનગરમાં એકાઉન્ટન્ટના બે કલાક બંધ પડેલા મકાનમાંથી 70 હજાર મતાની ચોરી
શહેરના હરીઘવા રોડ પર આવેલા મોરારીનગરમા રહેતા એકાઉન્ટન્ટના બે કલાક બંધ રહેલા મકાનમાંથી તસ્કરે માત્ર 30 મિનીટમા 70 હજાર મતાની ચોરી કરતા પોલીસમા ફરીયાદ નોંધાઇ છે.
આ ઘટનામા ફરીયાદી કૌશલભાઇ મહેશભાઇ માધાણી (ઉ.વ. ર9) એ પોતાની ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ કુવાડવા રોડ મેંગો માર્કેટમા આવેલ બાલાજી ફ્રુટ નામની દુકાનમા મહેતાજી તરીકે નોકરી કરે છે.
ગઇ તા. 23 ના રોજ રાત્રીના આઠેક વાગ્યે તેઓ તેમના માતા વર્ષાબેન બંને ઘરને તાળુ મારી માતાજીના દર્શને જવુ હોય ઢેબર રોડ પર ખોડીયાર માતાજીના મંદિરે દર્શન કરી ત્યાથી તેમણે લક્ષ્મીનગર શાકમાર્કેટ પાસે ધંધો કરતા પિતાને ત્યા મુકી અને કૌશલભાઇ સીધા પુસ્કરધામ સોસાયટી પીયરે ગયેલી પત્ની અને તેમની પુત્રીને લેવા ગયા હતા. ત્યારે રાત્રીના સવા દશેક વાગ્યે પિતાનો કોલ આવ્યો હતો જણાવ્યુ કે આપણા ઘરના મેઇન દરવાજાનુ તાળુ સાઇડમા મુકેલી હાલતમા અને નકુચો તુટેલી હાલતમા છે જેથી કૌશલભાઇ તુરંત પોતાના ઘરે પત્નીને લઇ ત્યા પહોંચ્યા હતા અને ત્યા ઘરમા તપાસ કરતા તીજોરી ખુલ્લી હાલતમા હતી અને તેમાથી રોકડા રૂપીયા 6પ હજાર તેમજ દિકરીના છઠ્ઠીમા આવેલા સગા સબંધીઓએ ગીફટમા આપેલા ચાંદીની નાની મોટી વસ્તુ જેમા ઝાંઝરી, સાંકળા, હાથના કડલા બે જોડી જેની કુલ કિં. પ000 ગણી શકાય. આમ આ તસ્કરે કુલ રૂપીયા 70 હજારની મતાની ચોરી કરી હતી. આ ઘટનામા સીસીટીવી તપાસતા તેમા એક શખ્સ પોણા દસેક વાગ્યે ઘરમા જતો દેખાય છે અને અંદાજીત સવા દસેક વાગ્યાની આસપાસ બહાર આવતો દેખાય છે. ઘટના અંગે ભકિતનગર પોલીસના સ્ટાફે તસ્કરને સકંજામા લેવા તજવીજ શરૂ કરી છે.