રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સુરેન્દ્રનગર માલવણ હાઇવે ઉપર તેલ ચોરી કૌભાંડમાં PI, PSI સહિત 7 પોલીસ કર્મી સસ્પેન્ડ

05:13 PM Oct 09, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

સુરેન્દ્રનગર માલવણ પાસે ગાંધીનગર સીઆઇડી સેલે દરોડો પાડી કચ્છથી હજીરા જતા ટેન્કરમાંથી તેલ ચોરીનું રેકેટ ઝડપી પાડયું હતું. જેમાં 1.57 કરોડનો મુદામાલ કબજે કરાયો હતો. આ મામલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ બજાણાના પીઆઇ, પીએસઆઇ સહીત 7 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. મુંદ્રાથી ટેન્કર મારફતે મોકલવામા આવતું સોયાબીન, પામોલીન, દિવેલ સહિતના તેલના જથ્થાની ચોરી કરતી ટોળકીનો સીઆઈડી ક્રાઈમનો પર્દાફાશ કર્યો છે. મુંદ્રાથી હજીરા જતાં ટેન્કરને માલવણ નજીક હાઈવે પર ઉભા રાખી ડ્રાયવર અને ક્લિનરની મીલીભગતથી ચાલતા આ તેલચોરીના કૌભાંડમાં પાંચ શખ્સોની ધરપકડ કરી રૂૂા. 1.57 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પૂછપરછમાં આ તેલ ચોરીના રેકેટમાં રાજકોટ, ગાંધીધામ અને મોરબીના 8 શખ્સોની સંડોવણી ખુલી છે. જેની ધરપકડ માટે સીઆઈડી ક્રાઈમે તપાસ શરૂૂ કરી છે.

સુત્રધાર રાજકોટનો શખ્સ છેલ્લા બે મહિનાથી હોટલ ભાડે રાખી આ રેકેટ ચલાવતો હોવાનું તપાસમાં ખુલ્યું છે. મુંદ્રાથી અલગ અલગ તેલ ભરીને જતાં ટેન્કરોમાંથી આ તેલ ચોરી થતું હોવાની બાતમી સીઆઈડી ક્રાઈમને મળી હતી. જેના આધારે સુરેન્દ્રનગર માલવણ હાઈવે પર પીપડી ગામના પાટિયા પાસે આવેલી રામદેવ હોટલે દરોડો પાડવામાં આવ્યો હતો. હોટલની પાછળ પતરાના શેડમાં પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરી મુંદ્રાથી હજીરા જતાં ટેન્કરના ડ્રાઈવર અને ક્લિનરની મીલીભગતથી પામોલીન, દીવેલ અને સોયાબીન તેલની ચોરી થતી હતી. જે દરોડા દરમિયાન રંગેહાથ ઝડપાઈ હતી. આ દરોડામાં પીપળી ગામના અજમલ, બાજુજી કોલી, રાજકોટના નિલમ પાર્ક દેવપરામાં રહેતા મહેબુબ બાબુ સુમરા, નરપત રાજાજી ઠાકોર, સુરેન્દ્રનગરના પીપળી ગામના પ્રવિણ બાજુજી કોલી અને અજમેરના ગજરાજસિંગ બિરમસીંગ રાવતની ધરપકડ કરવામાં આવી હતી. આ દરોડામાં પોલીસે રૂૂા. 1.57 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ મામલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગીરીશ પંડયાએ તપાસ કરીને જવાબદાર સામે કાર્યવાહી કરી હતી જેમાં બજાણા પોલીસ મથકના પી.આઇ. એન.એમ. ચૌધરી અને વહીવટદાર સહીતનાઓના નામ બહાર આવ્યા હતા. આ મામલે જિલ્લા પોલીસ વડાએ પીઆઇ એન.એમ. ચૌધરી સાથે એક પીએસઆઇ અને 7 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો.

Tags :
crimegujaratgujarat newsPIPSI suspendedSurendranagarSurendranagar news
Advertisement
Next Article
Advertisement