For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રેલવે બ્રિજ નીચે જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા

05:06 PM Dec 09, 2025 IST | Bhumika
રેલવે બ્રિજ નીચે જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા

શહેરના જુના મોરબી રોડ પર આવેલા રેલવે ઓવર બ્રિજ નીચે ભંગારના ડેલામાં પોલીસે દરોડો પાડી પતા ટીચતા સાત શખ્સોને રૂા.41850ની રોકડ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

જાણવા મળતી વિગત મુજબ પીસીબીના પીએસઆઇ પી.બી. ત્રાજીયા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન રેલવે બ્રિજની નીચે આવેલા શ્રીજી એન્ટપ્રાઇઝ નામના ભંગારના ડેલાની ઓફિસમાં વિપુલ ડાયાભાઇ તળપદા નામનો શખ્સ જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ઓફિસમાં જુગાર રમતા વિપુલ તળપદા ઉપરાંત અંકિત રણછોડભાઇ ચભાડીયા, પ્રકાશ રમેશભાઇ ભેસાણીયા, ખુશાલ તુલશીભાઇ આટવાણી, કેતન રમેશભાઇ ભંડેરી, લાધા કલ્પાણભાઇ ભેસાણીયા અને જગદીશ મોહનભાઇ સોલંકીને ઝડપી લઇ પટ્ટમાંથી રૂા.41850ની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement