For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આંદમાન પાસેથી ઇતિહાસનું સૌથી વધુ 6 ટન ડ્રગ્સ પકડાયું

04:24 PM Nov 25, 2024 IST | Bhumika
આંદમાન પાસેથી ઇતિહાસનું સૌથી વધુ 6 ટન ડ્રગ્સ પકડાયું
Advertisement

ભારતની ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી મોટા જથ્થામાં ડ્રગ્સ પકડાયું છે. ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા આજે સવારે આંદમાન અને નિકોબાર ટાપુઓ પાસેથી 6 હજાર કિલો જેટલા મેથામ્ફેટામાઇન ડ્રગ્સ સાથે બોટની અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત આ બોટમાં સવાર છ મ્યાનમાર નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે અને આ ડ્રગ્સ કયાંથી મોકલવામાં આવ્યુ અને કયાં ઉતારવાનું હતું તે અંગેની તપાસ સુરક્ષા એજન્સીઓ ચલાવી રહી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે એન્ટી નાર્કોટીકસ ઓપરેશન અંતર્ગત ભારતીય કોસ્ટગાર્ડના ડોરનીયર એરક્રાફટ આંદમાન - નિકોબાર ટાપુઓ નજીક પેટ્રોલીંગ કરી રહયું હતું આ એરક્રાફટને બેરન આઇલેન્ડ નજીક એક શંકાસ્પદ ફિશીંગ બોટ નજરે ચડી હતી. કોસ્ટગાર્ડના વિમાને શંકાસ્પદ વિમાન જોતા જ નજીકની પેટ્રોલીંગ બોટને પણ જાણ કરી દીધી હતી. વિમાન દ્વારા ફિશીંગ બોટને ચેતવણી આપી હતી કે તેની સ્પીડ ઘટાડીને તપાસ કરવા દેવામાં આવે. પરંતુ બોટ ભાગી છુટે તે પહેલા જ નજીકના પેટ્રોલીંગ જહાજો બેરેન આઇલેન્ડ બાજુ ધસી ગયા હતા અને ફિશીંગ બોટને પોર્ટ બ્લેર ટાપુ તરફ દોરી આવ્યા હતા. આ ફિશીંગ બોટની તપાસ દરમિયાન બોટમાંથી 3000 પેકેટ જપ્ત કરવામાં આવ્યા હતા.

Advertisement

આ પેકેટની અંદરની નાર્કોટીક તપાસ કરતા પેકેટમાં મેથામ્ફેટામાઇન જણાઇ આવ્યુ હતુ. પરિણામે આ બોટ અને તેમાં સવાર 6 મ્યાનમારના નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. કોસ્ટગાર્ડ દ્વારા સબંધીત એજન્સીઓને પણ આ અંગે જાણ કરી દેવામાં આવી હતી.
સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે આ બોટ પોર્ટ બ્લેરથી લગભગ 150 કિ.મી. અંતરે આવેલ બેરન ટાપુ નજીકથી ઝડપવામાં આવી હતી અને આ અંગે આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૂપિયાની કિંમતનુ ડ્રગ્સ કેવી રીતે અંહીયા સુધી પહોંચી ગયુ તેની એજન્સીઓ દ્વારા તપાસ ચાલુ છે. આ જથ્થામાં 3000 પેકેટમાં પેકેટ દીઠ ર કિલો મેથામ્ફેટામાઇન ડ્રગ્સ ભરવામાં આવ્યુ હોવાનો ખુલ્લાસો થયો છે. હાલ આંદમાન - નિકોબાર પોલીસ, કોસ્ટગાર્ડ અને સંરક્ષણના અધિકારીઓ દ્વારા સંયુકત રીતે આ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement