ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

હળવદ-ધ્રાંગધ્રાના પૂર્વ ધારાસભ્યના પુત્રવધૂ સહિત 6 જુગાર રમતા ઝડપાયા

01:05 PM Aug 12, 2025 IST | Bhumika
Advertisement

હળવદના પૂર્વ MLAના પુત્રવધુ જુગાર રમતા ઝડપાયા હોવાની વાત સામે આવી છે, પૂર્વ MLA પરસોત્તમ સાબરીયાના પુત્રવધુ જુગાર રમતા ઝડપાતા સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે, મોરબીના ત્રાજપર ગામે 6 જુગારીઓ જુગાર રમતા ઝડપાયા છે, જુગાર રમતા 4 મહિલા, 2 પુરુષ સહિત 6 સામે મોરબી બી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી છે. મોરબી શહેર જિલ્લામાંથી પોલીસે કુલ 57 લોકોને જુગાર રમતા ઝડપી લીધા હતા.

Advertisement

હળવદ ધાંગધ્રાના પૂર્વ MLA પરસોત્તમ સાબરીયાના પુત્રવધુ અને અન્ય લોકો જુગાર રમતા ઝડપાઈ ગયા છે, પોલીસને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી છે, ત્રાજપર ગામે જુગાર રમતા ઝડપાઈ ગયા છે. લતાબેન સંજયભાઈ પરસોતમભાઈ સાબરીયા સહિત 4 મહિલા અને 2 પુરુષ સહિત કુલ 6 સામે કાર્યવાહી કરાઈ છે, પોલીસે 11,700નો મુદ્દામાલ સાથે કરી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે, શ્રાવણિયો જુગાર રમતા લોકો સામે પોલીસે લાલ આંખ કરી છે.મોરબી બી ડિવિઝન પોલીસે જુગાર રમતા લોકો પર દરોડા પાડી રહી છે, પોલીસે ગઈકાલે પણ અલગ-અલગ જગ્યાઓ પર જુગાર રમતા લોકોને ઝડપી પાડયા હતા.

ત્યારે આ જુગાર શ્રાવણિયો જુગાર છે, અને સાતમ-આઠમ નજીક આવતા લોકો જુગાર રમતા હોય છે, મોરબી બી ડિવિઝન પોલીસે તમામ જુગારીઓને ઝડપીને કાર્યવાહી શરૂૂ કરી છે, નાના ફાર્મ હાઉસ તેમજ ઘરમાં લોકો જુગાર રમતા હોય છે તેવા લોકો સામે ગુનો પણ નોંધવામાં આવ્યો છે. મોરબીમાં ઈન્દીરાનગર રોડ અને પંચસરા રોડ પર પણ પોલીસે જુગાર રમતા લોકોને ઝડપી પાડયા હતા.

Tags :
crimegamblinggujaratgujarat newsHalvad-Dhrangadhramorbimorbi news
Advertisement
Next Article
Advertisement