રણુજા મંદિર પાસે એપાર્ટમેન્ટની અગાસી ઉપર જુગાર રમતા 6 પકડાયા
શહેરની ભાગોળે કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાસે એપાર્ટમેન્ટની અગાસી ઉપર ચાલતા જુગાર ધામ ઉપર પોલીસે દરોડો પાડી પતા ટીચતા 6 શખ્સોને રૂા.12,900 રોકડ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન ગત રાત્રે 1 વાગ્યાના અરસામાં રણુજા મંદિર સામે આવેલા નંદનવન એપાર્ટમેન્ટની અગાસી ઉપર જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે પોલીેસે દરોડો પાડી પતા ટીચંતા રાણા ભુખીભાઇ ચાવડા, અસલમ કરીમભાઇ લીંગડીયા, રવિ શીવરામભાઇ મહેતા, સલમાન યુનુસભાઇ ઠાસરીયા, સાહિદ અજીતભાઇ હિંગોરા અને સદામ રફીકભાઇ લોહીયાને ઝડપી લઇ પટમાંથી રૂા.12,900ની રોકડ કબજે કરી હતી. જયારે બીજા બનાવમાં જામનગર રોડ પર ઘંટેશ્ર્વર 25 વારીયા કવાર્ટર પાસે જાહેરમાં જુગાર રમતા સાગર બેજુભાઇ ભોજાવીયા, બચુ ગાડુભાઇ ઝાલા અને વિપુલ લક્ષ્મણભાઇ થોરીયાને ઝડપી લઇ રૂા.12060ની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.