ધોરાજીના વેગડી ગામે કારખાનામાંથી 59 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો
11:58 AM Jun 10, 2025 IST
|
Bhumika
Advertisement
ધોરાજી તાલુકાના વેગડી ગામે આવેલા જીઆઇડીસીમાં આવેલા વિશ્વાસ વેલ્ડીંગ નામના કારખાનામાંથી વિદેશી દારૂૂની 59 બોટલ સાથે ધોરાજી તાલુકા પોલીસે કારખાનેદારની ધરપકડ કરી છે. ધોરાજી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, ધોરાજીમાં રહેતો અને વેગડી ગામે આવેલી જીઆઇડીસીમાં વિશ્વાસ વેલ્ડીંગ નામનું કારખાનું ધરાવતો કિશોર છગનભાઈ ચોવટીયા નામના શખ્સે તેના કારખાનામાં વિદેશી દારૂૂનો જથ્થો છુપાવ્યો છે. ધોરાજી તાલુકા પોલીસની ટીમે વેગડી ગામે આવેલી જીઆઇડીસીના કારખાનામાં દરોડો પાડી, કારખાનામાં આવેલી ઓફિસમાંથી રૂૂ. 50 હજારની કિંમતની વિદેશી દારૂૂની 59 બોટલ સાથે કિશોર છગનભાઈ ચોવટીયા નામના કારખાનેદારની ધોરાજી તાલુકા પોલીસે ધરપકડ કરી છે.
Advertisement