માળિયા મિયાણામાં કારમાંથી 560 લીટર દેશી દારૂ ઝડપાયો
વાહન સહિત રૂા.6.12 લાખનો મુદ્દામાલ જપ્ત, આરોપી ફરાર
માળિયા પોલીસે સ્કોર્પીઓ કારનો ફિલ્મી ઢબે પીછો કરી કારમાંથી 560 લીટર દેશી દારૂૂનો જથ્થો ઝડપી લીધો છે ચાલક કાર રેઢી મૂકી નાસી ગયો હતો માળિયા પોલીસે દેશી દારૂૂનો જથ્થો અને સ્કોર્પીઓ કાર સહીત કુલ રૂૂ 6.12 લાખનો મુદામાલ કબજે લઈને વધુ તપાસ ચલાવી છે. માળિયા પોલીસ ટીમ નાઈટ રાઉન્ડ દરમિયાન ત્રણ રસ્તા રોડ પર વાહન ચેકિંગ સહિતની કામગીરી કરતી હતી ત્યારે સ્કોર્પીઓ કાર જીજે 36 એઆર 7027 વાળી શંકાસ્પદ હાલતમાં નીકળતા તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે કાર ચાલકે ભાગવાની કોશિશ કરતા પોલીસે પીછો કરી ગાડી રોકી ચેક કરતા દેશી દારૂૂ 560 લીટર મળી આવ્યો હતો જેથી પોલીસે દેશી દારૂૂ 560 લીટર કીમત રૂૂ 1,12,000 અને સ્કોર્પીઓ કાર કીમત રૂૂ 5 લાખ સહીત કુલ રૂૂ 6,12,000 નો મુદામાલ જપ્ત કર્યો છે સ્કોર્પીઓ કાર ચાલક નાસી ગયો હતો જે આરોપી વિરુદ્ધ માળિયા પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ ચલાવી છે.
