For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરમાં શેર ટ્રેડિંગના નામે શિક્ષક સાથે 53 લાખની ઠગાઇ

03:43 PM Aug 13, 2024 IST | Bhumika
ભાવનગરમાં શેર ટ્રેડિંગના નામે શિક્ષક સાથે 53 લાખની ઠગાઇ
Advertisement

સાયબર ફ્રોડ કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઇ

ભાવનગરમાં શેર બજારમાં ટ્રેડિંગના નામે સાયન્સ શિક્ષક સાથે રૂ.53 લાખની છેતરપિંડી થયાની પોલીસ ફરિયાદ નોંધાય છે.સાઈબર ગઠિયાઓએ શિક્ષકને ઓછા રૂપિયે વધુ નફાની લાલચ આપી બાટલીમાં ઉતાર્યા બાદ રકમ પડાવી લઈ વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી.

Advertisement

મળતી વિગત અનુસાર ભાવનગર શહેરના કાળિયાબીડ, સરદાર પટેલ સંકુલમાં આવેલા સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા અને ધો.11-12માં કેમેસ્ટ્રી શિક્ષક તરીકે નોકરી કરતા ચેતનભાઈ વિનોદભાઈ જોષી (ઉ.વ.38, રહે, મુળ ધારપીપળા, તા.બોટાદ)એ તેમના ફેસબુક પેજ પર ગત તા.28-4ના રોજ તેમના શેરબજારને લગતી આવેલી જાહેરાતમાં આપેલી લીન્ક મારફત અવેન્ડસ બિઝનેસ સ્કૂલ નામનું વોટ્સએપ ગુ્રપ જોઈન કર્યું હતું. જેમાં સ્ટોક માર્કેટને લગતા સમાચાર અને ટ્રેડીંગની ટીપ્સ આવતી હોય, થોડા દિવસ પછી ગુ્રપમાં એપ્લીકેશન ડાઉનલોડ કરવાની લીંક આવતા શિક્ષક ચેતનભાઈએ તે આફમેપ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી.

ત્યારબાદ ઓટીસી ટ્રેડીંગ વિશે મેસેજ તેમજ ઓછા ભાવે સ્ટોક મેળવી સારો નફો કરવા અને આઈપીઓ લાગશે-નફો થશે તેવું જણાવતા શિક્ષકે તેમાં એકાઉન્ટ બનાવ્યું હતું અને એપ્લીકેશન મારફત સ્ટોક ખરીદી તેમના અને તેમના પિતાના બેન્ક એકાઉન્ટમાંથી કુલ રૂા.53,90,000 ટ્રાન્ઝેક્શન કર્યું હતું. દરમિયાનમાં ગત તા.14-6ના રોજ તેમના પિતાના બેન્ક એકાઉન્ટમાંથી ભેજાબાજ શખ્સોએ રૂા.83,000 વીડ્રો કરવા દીધા હતા અને બીજી રકમ ઉપાડવાની રિક્વેસ્ટ કરતા ટેક્સ અને બીજા ચાર્જીના વધુ પૈસા ભરવા પડશે તેમ કહીં વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી.

આમ, શેર બજારમાં ટ્રેડીંગના નામે સાયન્સના શિક્ષકને ગઠિયાઓએ સાઈબર ફ્રોડનો શિકાર બનાવી રૂૂા.53,07,000ની રકમ ચાઉં કરી જતાં ચેતનભાઈ જોષીએ આજે સોમવારે ભાવનગર સાઈબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે ગુનો દાખલ કરી વધુ પોલીસે તપાસ હાથ ધરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement