ધ્રોલ નજીક કારમાંથી 528 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો
પોલીસે રૂા.4.89 લાખના મુદ્દામાલ સાથે ડ્રાઇવરની ધરપકડ કરી
જામનગર પોલીસની એલ.સી.બી.શાખા એ જામનગર - રાજકોટ માર્ગે ધ્રાંગડા ગામ નજીક થી પસાર થતી મોટર માંથી 528 નંગ દારૂૂની નાનીમોટી બોટલના જથ્થો કબજે કરી કાર ચાલકની ધરપકડ કરી હતી. જ્યારે દારૂૂ મંગાવનાર અને દારૂૂ સપ્લાય કરનાર બે આરોપીઓને ફરારી જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.
એલસીબીના પોલીસ ઇન્સ.વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.સ.ઈ. સી.એમ.કાંટેલીયા તથા પો.સ.ઇ. પી.એન.મોરી તથા સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય તથા ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન એલ.સી.બી.ને મળેલ ખાનગી હકિકતના આધારે જામનગર રાજકોટ હાઇવે રોડ ઉપર ધ્રાંગડા ગામ ના પાટીયા પાસે રોડ ઉપર થી આરોપી રવીરાજસિંહ સદુભા જાડેજા ( રહે. ખંભાળીયા ટોલ નાકા પાસે, પેટ્રોલપંપની પાછળ, ખંભાળીયા જી.દેવભુમિ દ્વારકા) વાળા ની જી.જે. 03 ડી એન 9400 નંબર ની ફોર્ડ ફીગો મોટરને આંતરી હતી.
જેની તલાશી લેતા તેમાં માંથી ઇગ્લીશ દારૂૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી 528 નંગ અંગ્રેજી દારૂૂ ની બોટલ નો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે રૂૂ. 1,84,300ની કિંમતનો દારૂૂનો જથ્થો તથા મોબાઇલ ફોન એક કિ.રૂૂ. 5,000 તથા ફીગો કાર.રૂૂ. 3,00,000 મળી કુલ રૂૂ. 4,89,300નો મુદામાલ કબ્જે કરી આરોપી વિરૂૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
આરોપીની પૂછપરછમાં દારૂૂનો આ જથ્થો નારણભાઇ આલાભાઇ ડેર ( રહે. નાવદ્રાગામ તા.કલ્યાણપુર) એ મંગાવ્યો હતો તથા દારૂૂ સપ્લાય કરનાર ચંદ્રસિંહ સોલંકી ( રહે.બહુચરાજી જી.મહેસાણા) એ સપ્લાય કર્યો હતો.આથી આ બંને આરોપીઓની પણ પોલીસે શોધખોળ હાથ ધરી છે.