ચુડામાં નવ વર્ષની બાળા પર 50 વર્ષના ઢગાએ દુષ્કર્મ ગુજાર્યું
01:19 PM Apr 16, 2025 IST | Bhumika
બાળાને હોસ્પિટલ લઇ જવાઇ: મેડિકલ રિપોર્ટ બાદ ગુનો નોંધવા તજવીજ
Advertisement
ચુડા તાલુકાના 1 ગામની 9 વર્ષની ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી બાળાને 50થી વધુ વર્ષનો પરિણીત પુરૂૂષ લલચાવી ફોસલાવી પોતાના ઘરે લઈ ગયો હતો. લાલચ આપી બાળા સાથે દુષ્કર્મ આચર્યું હતું. કોઈને નહીં કહેવા માટે ધમકી આપી હતી. બાળા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ નસેડી હોવાની હકીકત સામે આવી છે. બાળા સાથે ચારથી પાંચ વખત દુષ્કર્મ આચર્યુ હોવાનુ હાલ જાણવા મળે છે. બાળાએ માતા-પિતાને આ અંગે જાણ કરી હતી. બાળાને દુખાવો ઉપડતા સારવાર અર્થે ચુડા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાઇ હતી.
છેલ્લા સમાચાર મળ્યા ત્યારે બનાવ અંગે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બાળાને મેડિકલ માટે હોસ્પિટલ લઈ જવામાં આવશે. મેડિકલ રિપોર્ટ આવ્યા પછી બાળા સાથે દુષ્કર્મ થયું છે નહીં તે સામે આવશે.
Advertisement
Advertisement