ગોંડલના ખડવંથલીમાં ફોરેસ્ટ ગાર્ડ સહિત 5 કર્મચારી ઉપર માલધારી શખ્સોનો હુમલો
ફોરેસ્ટની વીડીમાં ઘૂસેલા માલઢોરને પકડી ડબ્બે પૂરવાની કામગીરી વખતે તૂટી પડયા
ગોંડલના નજીક ખડવંથલીમાં આવેલ ફોરેસ્ટ વિભાગની અનામત વિડીમાં માલઢોર ઘુસાડી ફોરેસ્ટ વિભાગની દીવાલ તોડી નાખનાર માલધારી અને ફોરેસ્ટ વિભાગના બીટ ગાર્ડ સહીત પાંચ કર્મચારીઓ ઉપર સાત જેટલા માલધારી શખ્સોએ હુમલો કરી ફરજમાં રૂૂકાવટ કરતા તમામ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ રાજકોટના રેલનગર 02 શ્રીનાથદ્વારા પાર્ક, શેરી નં.04, બ્લોક નં.44ના અને હાલ ગોંડલ રેન્જ ફોરેસ્ટ ઓફીસ ક્વાટર્સમાં રહેતા ફોરેસ્ટ બીટ ગાર્ડ સહદેવસિંહ જુવાનસિંહ ચુડાસમા (ઉ.વ.30)એ નોંધાવેલી ફરિયાદમાં છગનભાઈ ટીંબાભાઈ રાણગા, વજુભાઈ ટીંબાભાઈ રાણગા, ઈન્દો છગનભાઈ, રાજુ છગનભાઈ, શૈલેશ વજુભાઈ તેમજ તેની સાથેના બે અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ સહદેવસિંહ તેમજ તેની સાથેના કર્મચારી રમેશભા વી. કુકડીયા, બીટ ગાર્ડ, ધીરૂૂભાઈ ચનાભાઈ મુંધવા, માધવભાઈ,દીપકસિંહ દિલુભા જાડેજા તથા યશવંતસિંહ જાડેજા બધા બીટમાં પેટ્રોલીંગમાં હતા. પેટ્રોલીંગ દરમ્યાન ફોરેસ્ટ વિભાગ હસ્તકની ખડવંથલી અનામત વિડીમાં આશરે 40 થી 45 જેટલા ઢોર ચરીયાણ કરતા હતા. આથી તે બધા ઢોરને ત્યાંથી અમારા ઢોર ડબ્બામા પૂર્વ લઇ જતા હતા ત્યારે છગનભાઈ ટીંબાભાઈ રાણગા, વજુભાઈ ટીંબાભાઈ રાણગા, ઈન્દો છગનભાઈ, રાજુ છગનભાઈ, શૈલેશ વજુભાઈ તેમજ તેની સાથેના બે અજાણ્યા શખ્સોએ તમે અમારા ઢોરને કેમ પકડીન લઈ જાવ છો ?
તેમ કહી ઝગડો કયો હતો. આ છગનભાઈની વાડી જંગલ ખાતાની વિડીને અડીને આવેલ છે. રાજ્ય સરકારથી જંગલ ખાતાની અનામત જંગલોને બચાવવા માટે ફરતે બાઉન્ડ્રી વોલ (દીવાલ) બનાવડાવે છે જેથી મહારના પશુ કે અન્ય કો ઇ માણસ તેમાં પ્રવેશ ના કરે. છગનબાઈ અને તેમની સાથે આવેલ માણસોએ જંગલ ખાતાની વિડીમાં ઢોરને આસાનીથી પ્રવેશી શકે તે માટે ખડ વંચથી અનામત વિડીની બાઉન્ડ્રી વોલ ચાર થી પાંચ જગ્યાએ આશરે ચાર થી પાંચ ફુટ જેટલી દીવાલ તોડી નાખેલ હોય જે બાબતે સમજાવવા જતા આ ટોળકીએ ફરજમાં રૂૂકાવટ ઉભી કરી. બધાને કહેવા લાગેલ કે, તમારા હાથ પગ ભાંગી નાખવા છે અને આજે તો મારી નાખવા છે. તેમ કહી હુમલો કર્યો હતો.આ ટોળકીએ ફોરેસ્ટ વિભાગની દીવાલ તોડી આશરે રૂૂ.21,000 જેટલું સરકારી મિલકતનું નુકશાન કર્યું હોય આ મામલે ફરજમાં રૂૂકાવટ અને સરકારી મિલકતને નુકસાન અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે.