For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પોરબંદરના શીશલી ગામે મકાનમાંથી 46 તોલા સોનું અને દોઢ લાખ રોકડની ચોરી

12:23 PM Nov 15, 2025 IST | admin
પોરબંદરના શીશલી ગામે મકાનમાંથી 46 તોલા સોનું અને દોઢ લાખ રોકડની ચોરી

ધોળે દિવસે ચોરીની ઘટનાથી ચકચાર, અજાણ્યા શખ્સો સામે ફરિયાદ

Advertisement

પોરબંદરના શીશલી ગામે ટીંબા સીમ વિસ્તારમાં આવેલા એક મકાનમાં દિનદહાડે ચોરીનો બનાવ બન્યો છે. પરિવારજનો પોતાના બીજા ખેતરમાં કામ કરવા ગયા હતા તે દરમ્યાન અજાણ્યા શખ્સોએ મકાનમાં પ્રવેશ કરી કબાટમાં પડેલ 46.25 તોલા સોનાના દાગીના અને રોકડ મળી કુલ રૂૂ. 21.65 લાખની ચોરી કરી લઈ ગયા હોવાની મહિલાએ ફરિયાદ નોંધાવી છે.

પોરબંદરના શીશલી ગામે ટીંબા સીમ વિસ્તારમાં રહેતા લાખીબેન ભૂપતભાઇ ઓડેદરા નામની મહિલા અને તેના પતિ કંડોર સીમ વિસ્તારમાં તેના બીજા ખેતરમાં સુકાયેલ મગફળીના ઢગલા કરવા ગયા હતા અને ઘરે રહેલ દીકરા ભીમાને ટ્રેક્ટર લઈને ખેતરે આવવા બોલાવ્યો હતો, જેથી ભીમો ટ્રેક્ટર લઈને ખેતરે આવી ઢગલા ભરી ઘરે નાખતો હતો અને મહિલાના દેર પણ ટ્રેક્ટર લઈને આવીને ભીમા ભેગા ટ્રેકટર વડે મગફળીના ઢગલા ઘરે નાખતા હતા.

Advertisement

બપોરના સમયે મહિલા પોતાના ઘરે આવ્યા ત્યારે દરવાજો તૂટેલ હાલતમાં હતો અને બંને રૂૂમના દરવાજા ખુલ્લા હતા, બેડરૂૂમમાં પડેલ લોખંડનો કબાટ અર્ધખુલ્લો હતો અને કબાટમાં લોકર પણ કોઈએ કોઈ સાધન વડે ખોલેલ હોવાનું જણાતા મહિલાએ ચેક કરતા રોકડ રકમ રૂૂ.1,50,000 તેમજ કબાટના લોકરમાં અલગ અલગ બોક્સમાં રાખેલ 46.25 તોલા સોનાના વિવિધ દાગીના અંદાજિત કિંમત રૂૂ.20,15,000 એમ કુલ રૂૂ. 21,65,000ની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું.

આ રૂૂમના પલંગ પર ટેસ્ટર અને દાંતરડું પણ હતું. ચોરીનો બનાવ સવારે 10:30 થી બપોરે 1 વાગ્યાના સમયગાળા દરમ્યાન બન્યો હતો. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મહિલાની ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુન્હો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વધુ તપાસ બગવદર પીએસઆઇ એ.એસ.બારા ચલાવી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement