રાજકોટમાં 40 વર્ષના ફુવાનું 15 વર્ષની ભત્રીજી પર દુષ્કર્મ
આરોપી પાંચ સંતાનનો પિતા: સગીરા ગર્ભવતી હોવાનુ તબીબી તપાસમાં ખુલ્યું
નડિયાદમાં રહેતી એક 16 વર્ષિય સગીરા ઉપર તેના જ 40 વર્ષીય ફુવાએ રાજકોટમાં દુષ્કર્મ આચરતાં તેને ગર્ભ રહી જતા સમગ્ર મામલો સામે આવ્યા બાદ મંગળવારે મોડી રાત્રે નડિયાદ ટાઉન પોલીસ મથકે દુષ્કર્મી ફુવા વિરૂૂધ્ધ ફરિયાદ નોંધાયા બાદ દુષ્કર્મની ઘટના રાજકોટમાં બની હોવાથી કેસને રાજકોટ ટ્રાન્સફર કરાયો હતો.
નડિયાદ શહેરમાં રહેતો પરિવાર મજુરી કરીને ગુજરાન ચલાવે છે. પરિવારની 16 વર્ષિય દીકરી પર તેના જ સગા ફુવાએ દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે.
દીકરીને પરિવારે નિશ્ચિંત થઇને ફુવા સાથે રાજકોટ મોકલી હતી. જ્યાં ફુવાએ તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું. વારંવાર ફુવાએ કરેલા શારિરીક શોષણને કારણે દીકરીને ગર્ભ રહી ગયો હતો. દીકરીની તબિયત બગડતાં પરિવાર તેને તબીબ પાસે લઇ ગયો ત્યારે તેને ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
દીકરીને આ બાબતે પૂછતાં તેણે સગા ફુવાએ જ રાજકોટ લઇ જઇને વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની હકીકત પરિવારને જણાવતાં અંતે પરિવારે આ મામલે નડિયાદ ટાઉન પોલીસ મથકે ફુવા વિરૂૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જોકે, દુષ્કર્મની ઘટના રાજકોટમાં બની હોવાથી ફરિયાદ રાજકોટ ટ્રાન્સફર કરી છે. ભત્રીજીને પીંખનાર 5 સંતાનનો પિતા 16 વર્ષની માસુમ ભત્રિજી ઉપર દાનત બગાડીને તેને પીંખનાર ફુવાને સંતાનમાં 5 બાળકો છે. હાલમાં પોલીસે આરોપી ફુવાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. હાલમાં દીકરીને તબીબી પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવી છે.