For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધ્રાંગધ્રામાં બેંકની સામે જ સ્કૂટરની ડીકીમાંથી રૂા.4 લાખની ઉઠાંતરી

12:16 PM Aug 14, 2024 IST | Bhumika
ધ્રાંગધ્રામાં બેંકની સામે જ સ્કૂટરની ડીકીમાંથી રૂા 4 લાખની ઉઠાંતરી
Advertisement

સ્કૂટર રેઢું મુક્યુને ગઠિયો કળા કરી ગયો, સીસીટીવીના આધારે તપાસ

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા બેંકઓફબરોડામાંથી ચાર લાખ રૂૂપિયા પાક ધિરાણના ઉપાડીને ઝાલા રોડ પર આવેલી મોઢવાડિયાની વાડી પાસે ન્યુ ઉમિયા જનરલ સ્ટોર પાસે એકટીવા મૂકીને જતા એકટીવાની ડેકીમાં રહેલા રૂૂપિયા 4,08,000 અજાણ્યો શખ્સ રૂૂપિયા ભરેલી થેલી નજર ચુકવીને લઈને ફરાર થઈ ગયો હતો. જેમા સીટી પોલીસમાં અજાણ્યો ઇસમ સામે ફરિયાદ નોંધાઈ છે, ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

Advertisement

ધ્રાંગધ્રા તાલુકાના માનપુર ગામે રહેતા દયારામભાઈ છગનભાઈ પટેલ ધ્રાંગધ્રા ઝાલા રોડ પર આવેલી બેન્ક ઓફ બરોડામાંથી રૂૂ.4,08,000 (ચાર લાખ આઠ હજાર રૂૂપિયા) પાક ધિરાણના ઉપાડીને કાપડની થેલીમાં નાખીને એકટીવાની ડેકીમાં મૂકીને નીકળ્યા હતા. ત્યારે શખ્સ દ્વારા આધેડનો પીછો કરવામાં આવ્યો હતો. જેમાં ઝાલા રોડ પર આવેલી મોઢવાડિયાની વાડી પાસે ન્યુ ઉમિયા જનરલ સ્ટોર પાસે એકટીવા મૂકીને જતા એકટીવાની ડેકીમાં રહેલા રૂૂપિયા 4,08,000 (ચાર લાખ આઠ હજાર રૂૂપિયા) ભરેલી થેલી અજાણ્યો શખ્સ દ્વારા નજર ચૂકવીને લઈને ભાગી ગયો હતો. જેમાં થેલીની તપાસ કરતા એકટીવામાં કરાતા થેલી નહી મળતા આસપાસ તપાસ કરતા પણ નહી મળતા ધ્રાંગધ્રા સીટી પોલીસમા અજાણ્યો ઈસમ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ઝાલા રોડ પર આવેલી દુકાનોના સીસી ટીવી ફૂટેજના આધારે પોલીસ તપાસ ચલાવી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement