ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

તળાજામાં 3 મારામારીમાં 4ને લોહિયાળ ઇજાઓ

12:40 PM Jun 04, 2025 IST | Bhumika
Advertisement

મથાવડા બાબરિયાત સરતાનપર ના યુવાનો સાથે મારામારીના ત્રણ બનાવો

Advertisement

પોલીસ દ્વારા ગુન્હો આચરતા પહેલા સો વખત વિચાર કરે તે માટે કડક કાર્યવાહી કરી રહી છે.છતાંય તળાજા શહેર કે પંથકમાં બનતી લાગલગાટ ક્રાઇમ ની ઘટનાઓ જોતા પોલીસ ની કડક કાર્યવાહી ની અસર અહીં જોવા મળતી નથી.

ગઈકાલ રાત્રી થી આજ સાંજ સુધીમા તળાજા ના મેથળા ગામે સરતાનપર ના યુવક પર હુમલો, બાબરીયાત ના યુવક પર પ્રેમ સબંધે હુમલો અને માથાવડા ગામેં સામસામી મારામારી ના બનાવ મા ચાર વ્યક્તિ ને ઇજાઓ થવા પામી છે. તળાજા રેફરલ હોસ્પિટલ પરથી ગતરાત્રે મારામારી ના કારણે ઇજ સાથે રાજુભાઇ ગોરધનભાઈ મકવાણા ઉ.વ.24 ને લાવવામાં આવેલ. સામા પક્ષે સંજય પીઠાભાઈ ડાભી ને માથાના ભાગે ઇજાઓ થઈ હતી.બંને ને ભાવનગર રીફર કરવામાં આવેલ. સંજય ડાભીએ ત્રણ ઈસમો રાજુ ગોરધનભાઈ મકવાણા.રે.માખણીયા,સુરેશ ગોરધન મકવાણા રે.મથાવડા, કરમશી જબરભાઈ મકવાણા વિરુદ્ધ અનુ.જાતિ ને લઈ અપશબ્દો કહી,હુમલો કર્યા ની ફરિયાદ નોંધાવી છે.

આજે બપોરના સમયે બાબરીયાત ગામના વમરાજ ભીખુભાઈ ચાવડા ઉ.વ.33 એ પ્રેમ લગ્ન કરેલ હોવાના મામલે સતીષ, સંજય સહિતના વ્યક્તિ ઓએ માર મારેલ હતો. બાદ સરતાનપર ના નારણ નટુભાઈ મકવાણા મેથળા ગામે સામાન ઉતારવા ગયા હતા.ત્યારે સાળા વિશાલ સહિત તેમના પરિવાર એ હુમલો કરી ગરદન નીચે પીઠના ભાગે છરીના બે ઘા મારેલ હતા. જેમાં એક ઘા ધોરી નસ પર વાગતા ડો.સાકીયાએ નસ કપાઈ ગઈ હોય રીફર કરેલ હતા.

 

Tags :
attackcrimegujaratgujarat newsTalajaTalaja news
Advertisement
Next Article
Advertisement