ગોંડલના ગોમટામાં ત્રણ માસ પૂર્વે કારખાનામાં ઘુુસી હુમલો કરનાર 4 ઝડપાયા
ગોંડલ નજીક ગોમટાની ફેક્ટરીમાં ત્રણ માસ પૂર્વે બનેલા હુમલાના બનાવમાં પોલીસે મહા મહેનતે ચાર શખ્સોની ઓળખ કરી તેની ધરપકડ કરી હતી. ગોમટા ગામે આવેલી પરદેશ કિવક ફૂડ નામની ફેક્ટરીમાં 19 ઓગસ્ટે બનેલા હુમલાના બનાવમાં ગુનો નોંધાયા બાદ કારખાનામાં સીસીટીવી ફૂટેજ ન હોય આરોપીઓની ઓળખ કરવી મુશ્કેલ હતી ત્યારે ગોંડલ તાલુકા પોલીસ મથકના પીઆઈ વી.એમ.ડોડિયા અને તેમની ટીમે કારખાનામાં મજૂરોની પૂછપરછ કરી હતી.
જેના આઘારે ચાર માસ બાદ આ ઘટનામાં સંડોવાયેલા ચાર શખ્સો ઉપર શંકા વ્યક્ત કરવામાં આવી હોય પોલીસે જેતપુરના ડુંગરા ગામનો વિશાલ ઉર્ફે વિશુ ભાભુભાઈ ભાડેલીયાને સકંજામ લઇ પુછપરછ કરતા શાતીર વિશાલે ગુનાની કબૂલાત આપી નહી તેમજ હુમલામાં સામેલ વિશાલ સહિતના શકમંદોના મોબાઈલ લોકેસન પણ બનાવ સ્થળ આસપાસ ન મળતા હોય ત્રણેક મહિના સુધી પોલીસે તપાસ કર્યા બાદ આખરે આ ગુનાને અંજામ આપનાર વિશાલ ઉર્ફે વિશુ ભાભુભાઈ ભડેલિયાની આગવી ઢબે પુછપરછ કરતા તેણે હુમલો કર્યો હોવાની કબુલાત આપી તેની સાથે હુમલામાં ઉમેશ ઉર્ફે બાંગુ ચોથાભાઈ મોરબીયા, ગૌતમ ઉર્ફે ગટી ભૂપતભાઈ રાઠોડ અને કમલેશ ઉર્ફે કમો જેન્તીભાઈ સોલંકી પણ સામેલ હોવાનું જણાવતા પોલીસે ચારેયની ધરપકડ કરી હતી.
ચારેય અગાઉ કોલ્ડ સ્ટોરેજમાં નોકરી કરતા હોય તેને કાઢી મુક્યા હોય ઓપરેટરને કંપની છોડી જતા રહેજો તેવી ધમકી આપી હુમલો કરી ચારેય ફરાર થઈ ગયા હતા. આ પ્રકારે હુમલો કરવાથી પરપ્રાંતના મજૂરો ડરીને ચાલ્યા જાય તો તેમણે ગુમાવેલી નોકરી મળી જાય તે માટે આ હુમલો કર્યો હતો.