દીવમાં સરકારી કારમાં દારૂની ખેપ મારતા ગોંડલના 3 શખ્સો ઝડપાયા
47 બોટલ દારૂ સહિત 3.22 લાખનો મુદ્દામાલ કબજે, પોલીસ ચેકિંગથી બચવા કાર ઉપર ગવર્નમેન્ટ ઓફ ગુજરાત લખાવ્યું
દીવ પોલીસે ગવમેન્ટ ઓફ ગુજરાત લખેલી કારમાં દારૂની હેરાફેરીના રેકેટનો પદાફાર્શ કરી ગોંડલના ત્રણ શખ્સોની ધરપકડ કરી 3.22 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા ગોંડલના ત્રણેય શખ્સોએ પોલીસ ચેકીંગથી બચવા ઈકો કાર ઉપર ગર્વમેન્ટ ઓફ ગુજરાત લખાવ્યું હતું. પોલીસે કારમાંથી 47 બોટલ વિદેશી દારૂ કબજે કર્યો હતો.
દીવ ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે રાત્રે પેટ્રોલિંગ દરમિયાન મોટી કામગીરી કરી છે. પોલીસે એક શંકાસ્પદ ઇકો કાર (GJ-03-BW 5626)ને ઝડપી પાડી છે. આ કાર પર ‘ગવર્નમેન્ટ ઓફ ગુજરાત’ લખેલું હતું.
મલાલા વિસ્તારમાં પૂરપાટ ઝડપે જતી કારને જોઈને હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ પંડ્યા અને વિશાલ પાંડેની ટીમને શંકા ગઈ હતી. ટીમે કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાર ફરાર થઈ ગઈ હતી. રાત્રે જેટી નજીક આ કાર મળી આવી હતી.
પોલીસે કારની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂૂ અને બિયરની 47 બોટલ મળી આવી હતી. જેની કિંમત 7,901 રૂૂપિયા છે. આ ઉપરાંત ત્રણ મોબાઇલ (કિંમત 14,500 રૂૂપિયા) અને 3 લાખની ઇકો કાર મળી હતી. કુલ 3,22,401 રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ગોંડલના ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં અક્ષય દિનેશભાઈ પરમાર, કિશોર વલ્લભભાઈ કુકડિયા અને મનસુખ છગનભાઈ ખાણિયાનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓએ દારૂૂની હેરાફેરી માટે કાર પર ખોટી રીતે સરકારી લખાણ કર્યું હતું.હોવાની શંકા ના આધારે પોલીસે આ મામલે ધોરણસરની કાર્યવાહી શરૂૂ કરી છે.