For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સિવિલ હોસ્પિટલમાંથી સાઈકલ ચોરી કરતા 3 શખ્સો ઝડપાયા

05:19 PM Dec 11, 2024 IST | Bhumika
સિવિલ હોસ્પિટલમાંથી સાઈકલ ચોરી કરતા 3 શખ્સો ઝડપાયા

સિકયુરિટીના સ્ટાફે પકડી પોલીસને સોંપ્યા

Advertisement

શહેરની સિવિલ હોસ્પિટલમાં વાહન ચોરીના બનાવો અવાર નવાર સામે આવતા રહે છે ત્યારે આજે સિવિલમાં સાયકલ ચોરી કરવા આવેલા 3 શખ્સોને સિકયુરીટીના સ્ટાફે રંગે હાથ ઝડપી લઇ પોલીસ હવાલે કરતા પ્રનગર પોલીસે ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ સિવિલ હોસ્પિટલમાં ઓપીડી બિલ્ડીંગના પાર્કિંગ પાસે 3 અજાણ્યા શખ્સો સાયકલ ચોરી કરીને જતા હોય દરમિયાન સિકયુરીટી ગાર્ડ અફઝલ મકરાણીના ધ્યાને આવતા તેણે સિકયુરીટી ઇન્ચાર્જ એ.ડી. જાડેજાને જાણ કરતા સિકયુરીટી સ્ફાટે તાત્કાલીક દોડી જઇ સાયકલ ચોરી કરી ભાગતા ત્રણેય શખ્સોને ઝડપી લઇ સિવિલ ચોકીમાં લઇ ગયા હતા. આ અંગે જાણ થતા પ્રનગર પીઆઇ ઝણકાટ સહિતનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને સાયકલ ચોરી કરનાર ત્રણેય શખ્સોને પકડી પ્રનગર પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement