દમણથી ટ્રકમાં જૂનાગઢ લવાતા 14.59 લાખના દારૂ સાથે 3 પકડાયા
ગણદેવી પોલીસે 19.74 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, ઉનાના ત્રણેય શખ્સોની પૂછપરછ
ગણદેવી નજીક ને.હા.નં. 48 પર આવેલા ખારેલનાં ઓવરબ્રિજ પરથી મળેલી બાતમી આધારે પોલીસે રૂૂ. 14.59 લાખનો વિદેશી બનાવટનો દારૂૂ સાથે ત્રણને ઝડપી પાડયા હતા. રૂૂ. 5 લાખનો ટ્રક સહીત કુલ રૂૂ. 19.74 લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે. આ દારૂૂનો જથ્થો દમણથી જુનાગઢ તરફ લાવવામાં આવતો હતો.
ગણદેવી પોલીસને બાતમી મળી હતી કે દમણથી ટ્રમાં(નં. GJ-DU2959) માં દમણથી વિદેશી બનાવટનો દારૂૂ ભરેલો જથ્થો જુનાગઢ લઈ જવામાં આવી રહ્યો છે. એવી ચોક્કસ બાતમી આધારે ગણદેવી નજીક ખારેલ હાઈ-વેનાં ઓવરબ્રિજ ઉપર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો ટ્રક આવતા પોલીસે તેને અટકાવી તલાશી લેતા ટ્રકમાંથી 7692 નંગ વ્હીસ્કી, બિયરની બાટલી જેની કિંમત (રૂૂ. 14.59લાખ) મળી આવી હતી. પોલીસે રૂૂ.5 લાખનો ટ્રક સહીત કુલ રૂૂ. 19.74 લાખનો મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલક સહીત ત્રણ માનભાઈ હાજાભાઈ શિંગાડ, પરેશ મનુભાઈ શિંગાડ (બંન્ને રહે. ગીરસોમનાથ જિલ્લાના ઉના તાલુકાનાં સામતેર) તથા પ્રવિણ ડાયાભાઈ બાંમણીયા (રહે.સામતેર)ની ધરપકડ કરી દારૂૂ મોકલાવનાર અને મંગાવનાર સહીત ત્રણને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ દારૂૂ દમણથી જુનાગઢ લાવવામાં આવતો હતો જેની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
