For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોટી ખાવડીના યુવાનને ડિજિટલ એરેસ્ટ કરી 13 લાખ પડાવનાર રાજકોટના લાઇનબોય સહિત 3 પકડાયા

04:15 PM Jan 29, 2025 IST | Bhumika
મોટી ખાવડીના યુવાનને ડિજિટલ એરેસ્ટ કરી 13 લાખ પડાવનાર રાજકોટના લાઇનબોય સહિત 3 પકડાયા

જામનગર નજીક મોટી ખાવડીમાં એક યુવાનને ડિજિટલ એરેસ્ટ કરી પાર્સલની ખોટી માહિતી આપી પોલીસ, સીબીઆઈ અને મુંબઈ કાઈમ બ્રાંચના અધીકારી તરીકેની ખોટી ઓળખ આપી એન.ડી.પી.એસ. ના કેસમા ફસાવી દેવાનો ડર બતાવી બળજબરીથી 13 લાખ રૂૂપીયા ટ્રાન્સફર કરાવી લેનાર રાજકોટના ત્રણ આરોપીઓને જામનગરની સાયબર ક્રાઈમ ની ટીમેં ઝડપી લીધા છે.

Advertisement

જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા એક યુવાનને મુંબઈ ક્રાઈમ બ્રાંચનો બનાવટી લેટર વોટ્સએપમાં મોકલી ફરીયાદી તેને એન.ડી.પી.એસ.ના ગુન્હામાં ધરપકડ થવાનો અને આજીવન કેદનો ડર બતાવી, એન.ડી. પી.એસના કેસ માંથી નામ કઢાવવા પેટે 13,00,000 રૂૂપીયા પોતાના બેન્ક ના ખાતામાં બળજબરીથી ટ્રાન્સફર કરાવી ફરીયાદી સાથે ઠગાઈ કરી ગુન્હો કર્યો હતો.જે બાબતે સાયબર ક્રાઈમ પોલિસ મથકમાં આઈ.પી.સી કલમ. 188, 420, 484, 170, 120(બી) તથા આઇટી એક્ટ કલમ 66(સી), 66(ડી) મુજબ ગુન્હો દાખલ થયો હતો.

જેનુ ટેકનિકલ એનાલિસીસ કરી ને તપાસનો દોર રાજકોટ સુધી લંબાવી ત્યાંથી ત્રણ આરોપીઓ સાવન રશીકભાઈ વણજારા (ઉવ 27) ધંધો વિમાએજંટ રહે મોવડી મેઈન રોડ નવલ નગર રાજકોટ, ચંદ્રેસ સુભાષભાઈ ભુત (ઉવ 27) ધંધો વિમાએજટ રહે ફ્લેટ નં 202, બસેરા હાઇટ્સ,80 ફૂટ રિંગ રોડ, રાજકોટ અને ભરત લવજીભાઇ ગોવાણી (ઉવ 27) ધંધો અભ્યાસ મવડી પોલીસ હેડ ક્વાટર- રાજકોટ ની ધરપધડ કરી લેવામાં આવી છે અને જામનગર લઈ આવ્યા બાદ તેઓની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવાઈ રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement