જૂનાગઢના દરગાહ કેસમાં દોઢ વર્ષથી ફરાર 3 આરોપી ઝડપાયા
જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે મજેવડી દરગાહ કેસમાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસે છેલ્લા દોઢ વર્ષથી ફરાર ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસ ઇન્સપેક્ટર જે.જે. પટેલના માર્ગદર્શન હેઠળ ટીમે ખાનગી બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ કાર્યવાહી કરી. આરોપીઓ ધારાગઢ દરવાજા રોડ નજીક કુંભારવાડાના નાકા પાસે મળી આવ્યા હતા. તેઓ બહારગામ ભાગી જવાની તૈયારીમાં હતા.
પકડાયેલા આરોપીઓમાં નિજામુદ્દીન ઉર્ફે નિજામ (29), સાજીદ ઉર્ફે સાહિદ (32) અને તોસીફ ઉર્ફે સડીલ (27)નો સમાવેશ થાય છે. આ કેસમાં આરોપીઓ સામે હત્યા, હત્યાનો પ્રયાસ, માર-મારવું, સરકારી કામમાં અવરોધ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયેલો છે.
આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર જે.જે. પટેલ, ઙજઈં ડી.કે. ઝાલા, વાય.પી. હડીયા તથા અજઈં વિક્રમભાઈ ચાવડા, પુંજાભાઈ ભારાઈ અને પોલીસ હેડ કોન્સ્ટેબલ સાહિલ સમા સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.