મોરબીમાં આરટીઓનું ચલણ મોકલી 3.33 લાખ સેરવી લીધા
ઓનલાઈન ફ્રોડ કરનાર ગઠિયાઓ નીતનવા કીમિયા અજમાવી નિર્દોષ લોકોના રૂૂપિયા ચાઉં કરી જતા હોય છે હાલ આરટીઓ ચલણના નામે ફોડ ફાઈલ મોકલી મોબાઈલ હેક કરી ઓનલાઈન રૂૂપિયા ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે આવો કિસ્સો મોરબીમાં બન્યો હતો જ્યાં આધેડે ફાસ ફાઈલ ઓપન કરતા મોબાઈલ હેક થયો હતો અને બેંક ખાતામાંથી રૂૂ 3.33 લાખ ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા.
મોરબીના ક્ધયા છાત્રાલય રોડ પર સરદારનગર 1 માં રહેતા અશોકભાઈ દામજીભાઈ કોટડીયાએ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓ Billdesk A/C No.-:PLSREFERREMARKS s’p Billdesk A/C No.-: BHDFJBIOOJOAR1 ફરિયાદીના મોબિલમાં આરટીઓ ચલણ ફાસ ફાઈલ મેસેજ મોકલ્યો હતો અને ફરિયાદીએ ફાઈલ ઓપન કરતા મોબાઈલ હેક કરી નાખ્યો હતો બાદમાં ફરિયાદીના બેંક ખાતામાંથી બંને એકાઉન્ટમાં કુલ રૂૂ 3,33,500 ટ્રાન્સફર કરી ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાવી છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
