મોરબીમાં લૂંટ-ધાડનો આરોપી 29 વર્ષે ઝડપાયો
11:42 AM Feb 08, 2025 IST | Bhumika
Advertisement
મોરબી તાલુકા પોલીસ મથકમાં લૂંટના અલગ અલગ બે ગુનામાં 29 વર્ષથી નાસ્તા ફરતા ઈસમને મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમે રવિરાજ ચોકડી પાસેથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી તાલુકા પોલીસ મથકમાં વર્ષ 1996 માં લૂંટ/ધાડ અને લૂંટની કોશિશ એમ બે ગુનામાં આરોપી ગોરધન ભુરાભાઈ મેડા રહે મધ્યપ્રદેશ વાળો હાલ મોરબી રવિરાજ ચોકડી ખાતે હોવાની બાતમી મળતા એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમે સ્થળ પરથી આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસ મથકને સોપ્યો છે આરોપી 29 વર્ષથી નાસતો ફરતો હતો જેને આખરે ઝડપી લેવામાં સફળતા મળી છે.
Advertisement
Advertisement