ગાયત્રીનગરમાં મકાનમાંથી 278 બોટલ અંગ્રેજી દારૂ ઝડપાયો
જામનગરમાં ગાયત્રી નગર વિસ્તારમાં રહેતા એક દારૂૂના ધંધાર્થીના મકાન પર પોલીસે દરોડો પાડી 278 નંગ નાની ઇંગ્લિશ દારૂૂની બાટલી નો જથ્થો કબજે કર્યો છે, જયારે મકાનમાલિક ભાગી છૂટ્યો હોવાથી તેને ફરારી જાહેર કરાયો છે. જામનગરમાં ગાયત્રી નગર શેરી નંબર-3 ના છેડે નંદન પાર્કમાં રહેતા જીતેન્દ્રસિંહ પ્રવિણસિંહ રાયજાદા ના મકાનમાં ઇંગલિશ દારૂૂ ઉતારવામાં આવ્યો છે, તેવી ચોક્કસ બાતમી ના આધારે સીટી બી. ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન મકાનમાંથી 278 નંગ ઈંગ્લીશ દારૂૂની બાટલી નો જથ્થો મળી આવ્યો હતો.
આથી પોલીસે દારૂૂનો જથ્થો કબજે કરી લઈ મકાન માલિક જીતેન્દ્રસિંહ ભાગી છુટ્યા હોવાથી તેને ફરારી જાહેર કરાયો છે, અને શોધખોળ હાથ ધરી છે.
લાલપુર તાલુકાના સીંગચ ગામ માટે આઠ નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલી સાથે ધર્મેન્દ્રસિંહ કનુભા જાડેજા અને નરપાલસિંહ જીવુભા જાડેજા નામના બે શખ્સો પકડાયા છે. જ્યારે તેઓને દારૂૂ સપ્લાય કરનાર સિંગચ ગામના પ્રકાશ ઢચા ને ફરારી જાહેર કરાયો છે.