વાંકાનેરના ધાડ-લૂંટના ગુનામાં આરોપી 25 વર્ષે MP થી પોલીસે પકડ્યો
હળવદના ગુનામાં એક બૂટલેગર પાસા હેઠળ જેલ હવાલે
વાંકાનેર તાલુકામાં ધાડ અને લૂંટના ગુનામાં સંડોવાયેલ આરોપી છેલ્લા 25 વર્ષથી ફરાર હતો જે આરોપીને એમપીથી પકડવામાં આવેલ છે. જયારે હળવદ તાલુકામાં દારૂૂના ગુનામાં સંડોવાયેલ શખ્સની પાસા દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી જેથી તેને પકડીને જેલ હવાલે કરેલ છે.
જાણવા મળતી માહિતિ મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાડ અને લુંટનો બનાવ બનેલ હતો જે ગુનામાં એક આરોપી છેલ્લા 25 વર્ષથી નાસતો ફરતો હતો જે આરોપી એમપીમાં હોવાની માહિતી મળી હતી જેના આધારે એલસીબી/ પેરોલ ફર્લો સ્ક્વોડે ત્યાં જઈ આરોપી કાલુ ઉર્ફે હલુ શકરીયા ભુરીયા રહે. કોયાધરીયા જાંબુઆ એમ.પી વાળાને હસ્તગત કર્યો હતો અને આરોપીને મોરબી લઈને આવીને વાંકાનેર તાલુકા પોલીસ હવાલે કરેલ છે.
જયારે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂૂના ગુનામાં સંડોવાયેલ શખ્સની પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જે મંજૂર કરવામાં આવી છે જેથી કરીને પાસા હેઠળ આરોપી અનવરભાઇ ઉર્ફે દડી હાજીભાઇ માલાણી રહે. ક્રાંતીનગર મોરબી વાળાને પકડીને જુનાગઢ જેલ હવાલે કરેલ છે.