ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબી જિલ્લામાં જુગાર રમતા 23 જુગારી ઝડપાયા, 1.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

11:53 AM Aug 07, 2025 IST | Bhumika
Advertisement

મોરબી જીલ્લામાં શ્રાવણીયો જુગાર ધમધમી રહ્યો છે તો પોલીસ ટીમો પણ જુગારીઓને ઝડપી લેવા દિવસ રાત કાર્યરત જોવા મળે છે મોરબી જીલ્લાના પાંચ તાલુકામાં છ સ્થળે રેડ કરી પોલીસ ટીમોએ કુલ 23 પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે.

Advertisement

પ્રથમ રેડમાં મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં વિશ્વાસ પોલીપેક કારખાના પાસે આરોપી ધવલ સુરેશ પટેલ રહે મોરબી વાળાની વાડીની ઓરડીમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી વાડીની ઓરડીમાં જુગાર રમતા લખમણ બાબુભાઈ ગોગરા, ધ્રુવ કાંતિલાલ ફૂલતરીયા, ભરત ઠાકરશીભાઈ પાંચોટિયા, મગન વાલજીભાઈ નારણીયા, રમેશ વાઘજીભાઈ સીણોજીયા અને જીતેન્દ્ર ઉર્ફે જીતુભાઈ રાઘવજીભાઈ ઘેટિયા એમ છને ઝડપી લઈને રોકડ રૂૂ 1,17,700 જપ્ત કરી છે આરોપી ધવલ પટેલ હાજર મળી આવ્યો ના હતો જેથી હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે બીજી રેડમાં વાંકાનેર સીટી પોલીસ ટીમે નવાપરા હનુમાન મંદિર પાછળ રેડ કરી હતી.

જાહેરમાં જુગાર રમતા પ્રદીપ રઘુભાઈ સરાવાડિયા, રાહુલ હમીરભાઈ ગાંભા અને જોશ્નાબેન જેન્તીભાઈ બાવળિયા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂૂ 1900 જપ્ત કરી છે આરોપી કાના શિવા કોળી નાસી જતા વધુ તપાસ ચલાવી છે.

ત્રીજી રેડમાં ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વીરપર ગામે નવા પ્લોટ વિસ્તારમાં રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા રવિભાઈ મગનભાઈ સીપરા, સતીષ ચંદુલાલ મેણીયા અને સાગર રાજેશ બાવરવાને ઝડપી લઈને રોકડ રૂૂ 10,600 જપ્ત કરી છે ચોથી રેડમાં મોરબી તાલુકા પોલીસ ટીમે નવા જાંબુડિયા ગામે બાતમીને આધારે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા રાહુલ લાભુભાઈ ઉડેચા, નીલેશ જેઠાભાઈ મુંધવા, સિકંદર વલીમામદ સંધવાણી અને હરખાભાઈ સામજીભાઇ સાલાણી એમ ચારને ઝડપી લઈને રોકડ રૂૂ 10,070 જપ્ત કરી છે પાંચમી રેડમાં મોરબી તાલુકા પોલીસ ટીમે નવા જાંબુડિયા ગામે સલાટવાસમાં રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા મહેબુબ ઓસમાણ સુમરા, જગદીશ રમેશ બોડા અને વિનોદ હીરાભાઈ જોલાપરા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂૂ 10,100 જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
crimegamblinggujaratgujarat newsmorbimorbi news
Advertisement
Next Article
Advertisement