For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેરાવળમાં થર્ટી ફર્સ્ટમાં 229 પીધેલા ઝડપાયા

11:25 AM Jan 01, 2025 IST | Bhumika
વેરાવળમાં થર્ટી ફર્સ્ટમાં 229 પીધેલા ઝડપાયા

પોલીસની 11 ટીમોએ કરેલું ચેકિંગ, સાત ફાર્મહાઉસમાં જામેલી મહેફિલમાં પડ્યો ભંગ

Advertisement

જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા નાઓએ 31 ડીસેમ્બર અનુસંધાને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂૂપે પ્રોહીબિશનની તા. 25/12/2024 થી તા.30/12/2024 સુધી ડ્રાઇવ રાખેલ હોય જે અનુસંધાને, એલ.સી.બી., એસ.ઓ.જી., તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આ ડ્રાઇવ અનુસંધાને કુલ 229 પ્રોહીબીશનના કેસ કરવામાં આવેલ છે.

જેમાં રીસોર્ટતથા ફાર્મ હાઉસમાં કુલ-07 મહેફીલના કેસ કરવામાં આવેલ છે.તેમજ ડ્રીંક એન્ડ ડ્રાઇવ એમ.વી.એકટ કલમ 185 ના કુલ 297 કેસ કરવામાં આવેલ છે.તેમજ આજરોજ તા.31/12/2024 ના રોજ કુલ 11 ટીમો બનાવી ગીર સોમનાથ જીલ્લાના તમામ રીસોર્ટ તથા ગેસ્ટહાઉસ તથા દીવ તરફથી આવતા તમામ રસ્તા ઉપર સઘન ચેકીંગ હાથ ધરનાર છે અને જીલ્લાની કુલ 600 પોલીસ દ્વારા કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સતતપેટ્રોલીંગ કરી અને પ્રોહીને લગત તથા અન્ય ગે.કા. પ્રવૃતિઓ ઉપર સતત રેઇડકરવામાં આવશે. આ કામગીરી કરનાર અધિ. કર્મચારીઓ એલ.સી.બી. ઈ.ચા. પો.ઇન્સ. એ.બી.જાડેજા, તથા પો.સબ ઇન્સ. એ.સી.સિંધવ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ સ્ટાફે કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement