સિદ્ધાર્થનગરમાં બંધ મકાનમાંથી વિદેશી દારૂની 228 બોટલ ઝડપાઇ
રૂા.1.47 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો, બુટલેગરની શોધખોળ
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટુકડીએ ચોક્કસ બાતમીના આધારે સિદ્ધાર્થ નગરમાં એક બંધ રહેણાંક મકાન પર દરોડો પાડયો હતો, અને મકાનમાંથી રૂૂપિયા દોઢ લાખ ની કિંમત નો 228 નંગ ઈંગ્લીશ દારૂૂની બાટલી નો જથ્થો કબજે કર્યો છે, જ્યારે દારૂૂના ધંધાર્થીને ફરારી જાહેર કરી તેની શોધ ખોળ હાથ ધરી છે.
આ દરોડા ની વિગત એવી છે કે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે હરિયા કોલેજ રોડ ઉપર સિદ્ધાર્થ નગર વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્ર રસિકભાઈ ગોહિલ નામના એક શખ્સ દ્વારા પોતાના ઘરમાં બહારથી ઇંગ્લિશ દારૂૂની બાટલીનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો છે, અને તેનું ખાનગીમાં વેચાણ કરી રહ્યા છે.
જે બાતમીના આધારે ગઈકાલે રાત્રે એલસીબી ની ટુકડીએ દરોડો પાડયો હતો.
જે દરોડા દરમિયાન ઉપરોક્ત મકાન બંધ હોવાથી એલસીબી ની ટુકડીએ તે બંધ મકાન ને ખોલાવીને અંદર ચકાસણી કરતાં મકાનમાંથી 228 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો.આથી પોલીસે રૂૂપિયા 1 લાખ 47 હજાર ની કિંમત નો ઇંગલિશ દારૂૂ ની બાટલી નો જથ્થો કબજે કરી લીધો છે, જ્યારે મકાન માલિક ધર્મેન્દ્ર ગોહિલ નાસી છૂટ્યો હોવાથી તેને ફરારી જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.